Raisina Dialogue 2021 : વડાપ્રધાન મોદીએ કહ્યું એક વર્ષથી દુનિયાને બરબાદ કરી રહી છે આ મહામારી, વૈશ્વિક બદલાવ જરૂરી

|

Apr 13, 2021 | 11:41 PM

ભારતના ભૌગોલિક રાજનીતિ વિશેની મોટી વૈશ્વિક પરિષદ Raisina Dialogue 2021 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડિઓ સંદેશથી પ્રારંભ થઇ.

Raisina Dialogue 2021 : વડાપ્રધાન મોદીએ કહ્યું એક વર્ષથી દુનિયાને બરબાદ કરી રહી છે આ મહામારી, વૈશ્વિક બદલાવ જરૂરી
PM MODI IN Raisina Dialogue 2021

Follow us on

Raisina Dialogue 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ રાયસીના સંવાદની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. કોવિડ -19 મહામારીના કારણે રાયસીના સંવાદની છઠ્ઠી આવૃત્તિ ઓનનલાઇન યોજવામાં આવી રહી છે, જે 13 થી 16 એપ્રિલ 2021 સુધી ચાલશે.ભારતના ભૌગોલિક રાજનીતિ વિશેની મોટી વૈશ્વિક પરિષદ Raisina Dialogue 2021 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડિઓ સંદેશથી પ્રારંભ થઇ.

એક વર્ષથી ચાલી રહી છે વૈશ્વિક મહામારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાયસીના સંવાદ (Raisina Dialogue 2021) ને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મહામતિ એક વર્ષથી વિશ્વને બરબાદ કરી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોવિડ-19 મહામારીએ આપણને વૈશ્વિક વ્યવસ્થામાં ફેરફાર કરવાની અને આપણી વિચારસરણીને બદલવાની તક આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે એવી સિસ્ટમ બનાવવી જોઈએ, જેથી આજની સમસ્યાઓ અને આવનારા પડકારોનો ઉકેલ આવી શકે. આ મહામારી દરમિયાન અમે અમારા વિનમ્ર રીતથી પોતાના મર્યાદિત સંસાધનોમાં એ કરવાનો પ્રયાસ કર્યો જે અમે કહ્યું હતું.

પાસપોર્ટના રંગને ભૂલી જવો જોઈએ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે કોવિડ-19 માંથી અમારા 130 કરોડ નાગરિકોને બચાવવાનો પ્રયાસ કર્યો અને આ રોગચાળા સામે લડવામાં અન્ય દેશોને પણ મદદ કરી. પીએમ મોદીએ કહ્યું કે આ મહામારીને હરાવવામાં ત્યાં સુધી સફળ નહીં થઈએ, જ્યાં સુધી આપને બધા સર્વત્ર, આ વિચાર્યા વિના કે આપણા પાસપોર્ટનો રંગ શું છે, આમાંથી બહાર નહી નીકળીએ. આપણને ‘પ્લાન એ’ અને ‘પ્લાન બી’ નો ઉપયોગ કરવાની આદત હોઈ શકે છે, પરંતુ કોઈ ‘પ્લેનેટ બી’ નથી, ફક્ત પૃથ્વી ગ્રહ જ છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

કાર્યક્રમમાં 50 દેશોના 150 વક્તાઓ ભાગ લેશે
Raisina Dialogue 2021 માં કુલ 50 સત્રો યોજાશે, જેમાં 50 દેશો અને બહુપક્ષીય સંગઠનોના 150 વક્તાઓ ભાગ લેશે. વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ સંવાદમાં વિશ્વના ઘણા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

આ વિદેશી અધિકારીઓ ભાગ લેશે
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રવાન્ડાના રાષ્ટ્રપતિ પૌલ કાગમે અને ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રિડરિસેન મુખ્ય મહેમાન તરીકે રાયસિના સંવાદમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન મેરીઝ પેને અને ફ્રાન્સના વિદેશપ્રધાન જીન વેસલે ડ્રાયન પણ રાયસિના સંવાદમાં ભાગ લેશે. અન્ય ઘણા અધિકારીઓ પણ તેમાં હાજર રહેશે. પોર્ટુગલ, સ્લોવેનીયા, રોમાનિયા, સિંગાપોર, નાઇજીરીયા, જાપાન, ઇટાલી, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, કેન્યા, ચિલી, માલદીવ, ઈરાન, કતાર અને ભૂટાનના વિદેશપ્રધાનો પણ ભાગ લેશે.

Next Article