દિલ્હી-NCRમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, પૂર જેવી સ્થિતિનું નિર્માણ

વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે. ઉપરાંત ઘણી જગ્યાએ રોડ તુટવાના સમાચાર પણ છે. હવામાન વિભાગે (Meteorological department) રાજધાની દિલ્હી માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે

દિલ્હી-NCRમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, પૂર જેવી સ્થિતિનું નિર્માણ
દિલ્હીમાં વરસાદ બાદ સ્થિતિ વણસી
| Edited By: | Updated on: Sep 23, 2022 | 10:17 AM

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ રહ્યુ છે. અવિરત વરસાદના કારણે સ્થિતિ વધુ વણસી છે. ઉત્તર પ્રદેશમાં  આફતના વરસાદે અહીં હાહાકાર મચાવ્યો છે.  બીજી તરફ દિલ્હીમાં (Delhi) બે દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે. ઉપરાંત ઘણી જગ્યાએ રોડ તુટવાના સમાચાર પણ છે. હવામાન વિભાગે (Meteorological department) રાજધાની દિલ્હી માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ આપી છે. મૂશળધાર વરસાદને કારણે દિલ્હી-NCRમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. ભારે વરસાદને કારણે ક્યાંક ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક પાણી ભરાઈ જવાથી લોકો માટે આફત બની છે.

દિલ્હીમાં ગુરુવારે દિવસના વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા જેના કારણે વાહન વ્યવહારની ગતિ થોડી ધીમી પડી હતી. ઘણી જગ્યાએ રોડ તુટવાના પણ અહેવાલ છે. હવામાન વિભાગે રાજધાની માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપી છે. તે જ સમયે, દિલ્હીને અડીને આવેલા નોઈડામાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો, ત્યારબાદ, બગડતી પરિસ્થિતિને કારણે, નોઈડા ડીએમએ આજે ​​ધોરણ 1 થી 8 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાની સૂચના આપી છે. હરિયાણાના ગુરુગ્રામની કહાની પણ આવી જ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદથી સ્થિતિ વણસી છે. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ એટલો બધો પડ્યો કે રોડ પર પાર્ક કરેલા અડધાથી વધુ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. તો મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં અવિરત વરસાદને કારણે લોકો ખૂબ જ પરેશાન છે.

Published On - 10:07 am, Fri, 23 September 22