ચિંતા વગર કરો ટ્રેનમાં મુસાફરી, ખોવાયેલા સરસામાનને ટ્રેક કરવા માટે રેલવેએ શરૂ કરી નવી યોજના

|

Jan 11, 2022 | 5:18 PM

વર્ષ 2021 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, પશ્ચિમ રેલ્વે ઝોનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (RPF) કુલ 1,317 રેલ્વે મુસાફરોનો રૂ. 2.58 કરોડનો માલ વસૂલ કર્યો હતો અને યોગ્ય ચકાસણી કર્યા પછી તેને તેમના હકના માલિકોને પરત કર્યો હતો.

ચિંતા વગર કરો ટ્રેનમાં મુસાફરી, ખોવાયેલા સરસામાનને ટ્રેક કરવા માટે રેલવેએ શરૂ કરી નવી યોજના
રેલ્વેની "મિશન અનામત" યોજના અંતર્ગત ખોવાયેલ સામાન પરત મળશે (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

હવેથી રેલ્વે મુસાફરોએ, તેમની મુસાફરી દરમિયાન પોતાના સરસામાનની (Luggage) ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેએ (Indian Railwyas) મુસાફરોના ખોવાયેલા સરસામાનને શોધવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. નવી યોજના હેઠળ, રેલ્વે મુસાફર તેમના ખોવાયેલા સરસામાનને સરળતાથી શોધી શકશે અને તેને પાછો પણ સરળતાથી મેળવી શકશે. રેલવે પ્રોટેક્શન ફોર્સ ( Railway Protection Force – RPF) મુસાફરો તેમજ તેમના સામાનની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિશામાં RPFએ ‘મિશન અમાનત’ (Mission Amanat) શરૂ કર્યું છે, જેના કારણે રેલવે મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવાનું સરળ બન્યું છે.

પશ્ચિમ રેલ્વેએ (Western Railway) તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે, મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત મેળવવાનું સરળ બનાવવા માટે, પશ્ચિમ રેલ્વેના (Western Railway) આરપીએફએ એક નવી પહેલ કરી છે. મિશન અમાનત પહેલ હેઠળ, ફોટોગ્રાફ્સ સાથે ખોવાયેલા સામાનની વિગતો પશ્ચિમ રેલવેની અધિકૃત વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવે છે. મુસાફરો ખોવાયેલા સામાનની વિગતો મિશન અમાનત- RPF વેબસાઇટ http://wr.indianrailways.gov.in પર પોસ્ટ કરેલી તસવીરો સાથે ચકાસી શકે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

રૂપિયા 2.58 કરોડનો માલસામાન પરત આવ્યો
વર્ષ 2021 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, પશ્ચિમ રેલ્વે ઝોનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે કુલ 1,317 રેલ્વે મુસાફરોનો રૂ. 2.58 કરોડનો માલ વસૂલ કર્યો હતો અને યોગ્ય ચકાસણી કર્યા પછી તેને તેમના મૂળ માલિકોને પરત કર્યો હતો. પશ્ચિમ રેલવેનું રેલવે પ્રોટેક્શન ફોર્સ ઓપરેશન ‘મિશન અમાનત’ અંતર્ગત રેલવે મુસાફરોને આ સેવા પૂરી પાડી રહ્યું છે.

પશ્ચિમ રેલ્વે આરપીએફ મુસાફરોને સલામત, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ચોવીસ કલાક કામ કરે છે. RPF એ ગુનાઓની શોધ માટે નિવારક પગલાં સાથે દેશભરમાં ફેલાયેલી રેલ્વેની વિશાળ સંપત્તિની સુરક્ષાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.

આ પણ વાંચોઃ

RPF Constable Recruitment 2022: RPF કોન્સ્ટેબલની ભરતીની નોટિસ નકલી છે, ભારતીય રેલવેએ આપી માહિતી

આ પણ વાંચોઃ

RRB NTPC Result 2021: આ તારીખે RRB NTPC પરિણામ થશે જાહેર, જાણો CBT-2નું શેડ્યૂલ

Next Article