દેશના કેટલાક એવા રેલવે સ્ટેશન, જેનું નામ જ નથી……….તો મુસાફરો ક્યાંની ટિકિટ લેતા હશે ?

|

Sep 25, 2021 | 2:58 PM

દેશમાં બે રેલવે સ્ટેશન (Railway Station) એવા છે, જેના કોઈ નામ નથી. જેમાંથી એક પશ્ચિમ બંગાળ અને બીજુ ઝારખંડમાં આવેલુ છે. તો ચાલો જાણીએ આ અનોખા રેલવે સ્ટેશન વિશે.

દેશના કેટલાક એવા રેલવે સ્ટેશન, જેનું નામ જ નથી..........તો મુસાફરો ક્યાંની ટિકિટ લેતા હશે ?
know interesting facts about rail stations which have no name

Follow us on

Railway Station: ભારતીય રેલવેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને દેશના 7500 થી વધુ સ્ટેશનોથી લોકો તેની મંજીલ સુધી પહોંચે છે. સરકાર દ્વારા રેલવેના ટ્રેકનુ(Railway Track)  ઝડપી વિસ્તરણનું કામ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

શું તમે કોઈ એવા રેલવે સ્ટેશન વિશે જાણો છો કે જેનું કોઈ નામ નથી?

તમે રેલવે સ્ટેશનનું નામ તો સાંભળ્યું જ હશે, તમે ત્યાં ગયા હશો ! તમે વિચિત્ર નામોવાળા રેલવે સ્ટેશનો (Railway Station) વિશે પણ વાંચ્યું હશે. પરંતુ શું તમે કોઈ એવા રેલવે સ્ટેશન વિશે જાણો છો કે જેનું કોઈ નામ નથી? સાંભળીને વિચિત્ર લાગશે, પરંતુ દેશમાં આવા બે રેલવે સ્ટેશન છે, જેનાં નામ પણ નથી. હવે તમે વિચારતા હશો કે પછી લોકો ટિકિટ (Ticket) કેવી રીતે લે છે?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનામી સ્ટેશન

તમને માન્યામાં ન આવે પરંતુ આ વાત સાચી છે. ખરેખર, દેશમાં એવા બે રેલવે સ્ટેશન છે, જેનાં નામ નથી. એક સ્ટેશન પશ્ચિમ બંગાળમાં છે અને બીજું ઝારખંડમાં છે. પશ્ચિમ બંગાળના (West Bengal)બર્ધમાન જિલ્લામાં બાંકુરા-મૈસગ્રામ રેલવે લાઇન પર એક સ્ટેશન છે અને અન્ય રેલવે સ્ટેશન ઝારખંડના રાંચી-ટોરી રેલવે વિભાગ પર સ્થિત છે.

રૈનાગઢ નામ સારૂ ન લાગ્યુ તો હટાવી દીધુ !

પશ્ચિમ બંગાળના બર્ધમાન ટાઉનથી 35 કિમી દૂર બાંકુરા-મૈસગ્રામ રેલ લાઇન પર વર્ષ 2008 માં એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનની (Station) રચના પછી, તેના નામ અંગે વિવાદ શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, આ રેલવે સ્ટેશનનું નામ અગાઉ રૈનાગઢ હતું, પરંતુ રૈના ગામના લોકોને આ નામ પસંદ નહોતું. ગામના લોકોએ આ નામ પર વાંધો ઉઠાવ્યો. રૈના ગામના લોકોએ આ બાબતે રેલવે બોર્ડને (Railway Board) ફરિયાદ કરી હતી.

સાઇન બોર્ડ વગરનું રેલવે સ્ટેશન

રાંચી રેલવે સ્ટેશનથી ઝારખંડના ટોરી જતી રેલ લાઈન(Rail Line)  પર આવેલા આ રેલ્વે સ્ટેશનનું કોઈ નામ નથી. વર્ષ 2011 માં આ સ્ટેશનથી ટ્રેનનું સંચાલન શરૂ થયું હતું. તે સમય દરમિયાન રેલવે આ સ્ટેશનને બડકીચાંપી નામ આપવા માંગતી હતી. પરંતુ કમલે ગામના લોકોએ આ નામ સામે વાંધો ઉઠાવ્યો અને વિરોધ શરૂ કર્યો. કમલેના ગ્રામજનોનું કહેવું છે કે ગામના લોકોએ આ રેલવે સ્ટેશન માટે જમીન(Land)  આપી હતી. એટલું જ નહીં, આ સ્ટેશનના બાંધકામ દરમિયાન તેના ગ્રામજનોએ મજૂર તરીકે કામ કર્યું હતું. આથી આ સ્ટેશનનું નામ કમલે હોવું જોઈએ.

 

આ પણ વાંચો: UPSCના સફળ ઉમેદવારોને પ્રધાનમંત્રી મોદીએ આપી શુભેચ્છા, નિષ્ફળ રહેલા ઉમેદવારોને આપ્યો આ મહત્વનો સંદેશ !

આ પણ વાંચો:  National Cooperative Conference: સહકાર વિના ગરીબ કલ્યાણ અને અંત્યોદયની કલ્પના કરવી અશક્ય : અમિત શાહ

Next Article