Odisha Train Accident: જે દુર્ઘટનામાં થયા 288 લોકોના મોત તે ટ્રેનના લોકો પાઈલટ અને ગાર્ડનું શું થયું? મહત્વની માહિતી આવી સામે

|

Jun 04, 2023 | 9:44 AM

આ ભયાનક અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે અને 747 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રેન અકસ્માતની તસવીરો ખૂબ જ દર્દનાક છે. હવે આ અકસ્માતને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે.

Odisha Train Accident: જે દુર્ઘટનામાં થયા 288 લોકોના મોત તે ટ્રેનના લોકો પાઈલટ અને ગાર્ડનું શું થયું? મહત્વની માહિતી આવી સામે
Odisha Train Accident loco pilots and guards

Follow us on

Odisha: ઓડિશાના બાલાસોર(Odisha Train Accident)માં ટ્રેન પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન દુર્ઘટના આ સદીની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાંની એક છે. આ ભયાનક અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે અને 747 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રેન અકસ્માતની તસવીરો ખૂબ જ દર્દનાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ પોતે શનિવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના નજીકના સંબંધીઓ માટે સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Odisha Train Accident: 90 ટ્રેન રદ્દ કરાઈ, 46 ટ્રેનનો રૂટ બદલાયો, મનસુખ માંડવિયા જશે ઓડિશા

તેમણે કહ્યું છે કે દુર્ઘટનાના ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને જે પણ દોષિત હશે તેને સખત સજા કરવામાં આવશે. હવે આ અકસ્માતને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે જે ટ્રેનો અથડાઈ છે તેના લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

માંડ-માંડ બચ્યા માલગાડીના ગાર્ડ અને ડ્રાઈવર

રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ ભયાનક રેલ દુર્ઘટનામાં એન્જીન ડ્રાઈવર અને માલગાડીનો ગાર્ડ અકસ્માતમાં માંડ-માંડ બચ્યા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલ કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાઇલટ, સહાયક લોકો પાઇલટ અને ગાર્ડ ઘાયલ થયા હતા. બીજી તરફ, અન્ય એક ટ્રેન બેંગલુરુ-હાવડા એક્સપ્રેસનો ગાર્ડ પણ ઘાયલોમાં સામેલ છે. દરેકની સારવાર કરવામાં આવી રહી છે.

ત્રણ ટ્રેન અથડાઈ હતી

આપને જણાવી દઈએ કે, આ ટ્રેન અકસ્માત ઓડિશાના બાલાસોરમાં સાંજે લગભગ સાત વાગ્યે થયો હતો. અકસ્માતના દિવસે, કોરોમંડલ એક્સપ્રેસ માલવાહક ટ્રેન સાથે અથડાઈ હતી, જેના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક કોચ બીજી લાઇન પર પડ્યા હતા, જેના કારણે બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ તેની સાથે અથડાઈ હતી અને તેના કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત એટલો ભયાનક હતો કે લગભગ 90 ટ્રેનોને અસર થઈ હતી. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવી પડી હતી.

ટ્રેક રિપેરનું કામ ચાલુ છે

ટ્રેન દુર્ઘટના બાદ શનિવારે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બચાવ કાર્યમાં સ્થાનિક પ્રશાસન ઉપરાંત એનડીઆરએફ અને સેનાની પણ મદદ લેવામાં આવી હતી. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1000 થી વધુ કર્મચારીઓ ટ્રેક રિસ્ટોરેશનના કામમાં લાગેલા છે. આ ઉપરાંત 7 થી વધુ પોકલેન મશીન, 2 અકસ્માત રાહત ટ્રેન, 3 થી 4 રેલવે અને રોડ ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article