Breaking News: સામે આવ્યું ઓડિશા ટ્રેન અકસ્માતનું સાચું કારણ ! રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન

|

Jun 04, 2023 | 11:05 AM

અશ્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું છે.

Breaking News: સામે આવ્યું ઓડિશા ટ્રેન અકસ્માતનું સાચું કારણ ! રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન
Railway Minister Ashwini Vaishnaw

Follow us on

Odisha: ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું છે. સેફ્ટી કમિશનર ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ મોકલશે. જોકે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારથી ટ્રેન દુર્ઘટના સર્જાઈ તેમ રેલવે મંત્રીએ જણાવ્યુ છે.

આ પણ વાંચો: Odisha Train Accident: જે દુર્ઘટનામાં થયા 288 લોકોના મોત તે ટ્રેનના લોકો પાઈલટ અને ગાર્ડનું શું થયું? મહત્વની માહિતી આવી સામે

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

‘કવચ’ ન લગાવવાના મમતા બેનર્જીના આરોપ પર, રેલવે મંત્રીએ કહ્યું, “મમતા બેનર્જીએ ગઈકાલે જે સુરક્ષા કવચની વાત કહી તે સાચું નથી… તેણીએ તેના વિશે જેટલું જાણ્યું તેટલું બોલ્યા, પરંતુ તે વસ્તુઓ અહીં લાગુ નથી. કવચનો અહીં કોઈ ઉપયોગ નથી. તેમણે કહ્યું કે મમતાએ અકસ્માત માટે ‘બીજું કોઈ કારણ’ આપ્યું નથી.

આ સાથે રેલવે મંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ ગઈકાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારો લક્ષ્‍યાંક બુધવારની સવાર સુધીમાં પુનઃસ્થાપન કાર્ય પૂર્ણ કરવાનો છે જેથી કરીને આ ટ્રેક પર ટ્રેનો ફરી શરૂ થઈ શકે. જણાવી દઈએ કે એક હજારથી વધુ લોકોની ટીમ ટ્રેક રિપેર કરવાના કામમાં લાગેલી છે.

રેલવેની ટીમે આખી રાત કામ કર્યું

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સમારકામનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રેલવેની ટીમે આખી રાત કામ કર્યું હતું. હવે મૃતકોની ઓળખ કરીને કાયદાકીય પ્રક્રિયા બાદ તેમના પરિવારજનોને મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટના કોલકાતા-ચેન્નઈ મેઈન લાઈનમાં બની હતી. આવી સ્થિતિમાં ઘણી એવી ટ્રેનો છે જેના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનો બંધ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:34 am, Sun, 4 June 23

Next Article