Hyderabad : હેટરો ફાર્માસ્યૂટિકલ પર કરવામાં આવેલી રેડમાં 550 કરોડ રૂપિયાની બિનહિસાબી આવકનો ખુલાસો

|

Oct 10, 2021 | 11:19 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન, ઘણા બેંક લોકર શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 16 સક્રિય હાલતમાં હતા.

Hyderabad : IT વિભાગે હૈદરાબાદ અને તમિલનાડું રેડ કરી છે.. હૈદરાબાદ ખાતે હેટરો ફાર્માસ્યૂટિકલ પર કરવામાં આવેલી રેડમાં 550 કરોડ રૂપિયાના બેહિસાબ આવકનો ખુલાસો થયો છે.. તો 142 કરોડ રૂપિયા રોકડા પકડાયા છે.. જો કે કંપનીના અધિકારીઓએ આ મુદ્દે કોઇ જ ટિપ્પણી નથી કરી. આપને કહી દઇએ કે IT ડિપાર્ટમેન્ટે 6 ઓક્ટોબરે લગભગ 6 રાજ્યમાં 50 સ્થળ પર રેડ પાડી હતી જેમાં આ રકમ મળી છે.તો તમિલનાડુંમાં સિલ્ક સારી ટ્રેડ અને ચીટ ફંડ પર દરોડા પાડતા 250 કરોડથી વધુની રકમના બેહિસાબ મળી આવ્યા છે.. કાંચીપુરમના 34 સ્થળ પર IT ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી જેમાં આ રકમ મળી આવી હતી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન, ઘણા બેંક લોકર શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 16 સક્રિય હાલતમાં હતા. અત્યાર સુધી, દરોડામાં 142.87 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધી બિનહિસાબી આવક આશરે રૂ. 550 કરોડ થઇ છે.

હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્મા ગ્રુપ સાથે જોડાયેલ છે. CBDTએ કહ્યું કે વધુ તપાસ ચાલુ છે. CBDT આવકવેરા વિભાગ માટે નીતિ બનાવે છે. CBDTએ જણાવ્યું હતું કે જૂથ ફાર્માસ્યુટિકલ ઘટકો (API) વગેરેના વ્યવસાયમાં છે અને મોટાભાગના ઉત્પાદનો યુએસ અને દુબઇ અને કેટલાક આફ્રિકન અને યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વોત્તર રાજ્યો અંગે મોટું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું

આ પણ વાંચો : મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે ગુનો નોંધાયો, સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરાઈ

Next Video