73 શબ્દનું નોટિફિકેશન અને રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત, વાંચો અગત્યની વિગતો

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે.

73 શબ્દનું નોટિફિકેશન અને રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત, વાંચો અગત્યની વિગતો
Rahul Gandhi
| Edited By: | Updated on: Mar 24, 2023 | 5:15 PM

રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યા હતા. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. તેઓ દોષ સિદ્ધિ પર રોક લગાવવાની માગ સાથે પણ સુપ્રીમમાં જઇ શકે છે.

આ પણ વાંચો: Rahul Gandhi News: સજા મળી, સભ્યપદ ગુમાવ્યું, હવે Rahul Gandhi માટે બીજી મુશ્કેલી ઉભી થઇ

1) રાહુલ ગાંધીને શુ કહેવામાં આવ્યુ ?

જવાબ: નોટિફિકેશનમાં રાહુલ ગાંધીને Ex.MP લખવામાં આવ્યા.

2)સવાલ: કેટલી તારીખે જાહેર થયુ નોટિફિકેશન ?

જવાબ: 24 માર્ચ, 2023 એ જાહેર કરવામાં આવ્યું છે

3) સવાલ: કોણે જાહેર કર્યુ નોટિફિકેશન ?

જવાબ: લોકસભાના મહાસચિવ Utpal Kumar Singh અને જોઈન્ટ સેક્રેટરી P. C. Tripathyએ જાહેર કર્યુ છે. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભમાં સાત લાઇનની સૂચના જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e) અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ લેવામાં આવ્યો છે.

4) સવાલ: કેટલા શબ્દોમાં જાહેર કરવામાં આવ્યુ નોટિફિકેશન ?

જવાબ: 73 શબ્દમાં આપવામાં આવ્યુ છે નોટિફિકેશન.

5) સવાલ: કોને-કોને મોકલવામાં આવ્યુ છે નોટિફિકેશન ?

જવાબ: લોકસભાના મહાસચિવ Utpal Kumar Singhના નામે આ સૂચના જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્ય ચૂંટણી અધિકારી, કેરળ, લાયઝન ઓફિસર, ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ, સંસદ ભવનની એનેક્સી, NDMC સચિવ, ટેલિકોમને એક-એક નકલ. સંપર્ક અધિકારી અને લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને મોકલવામાં આવ્યા છે.

Published On - 5:03 pm, Fri, 24 March 23