કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ખેડૂતોની મુશ્કેલીઓ, મોંઘવારી અને સીમા સાથે જોડાયેલ મુદ્દાને લઈ શનિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર નાકામ હતી અને નાકામ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે “ખેડૂત પરેશાન છે, મોંઘવારી આકાશે પહોંચી છે, સીમાઓ પર ઘમાસાણ છે, ભારત ત્યારે પણ મહાન છે. પરંતુ કેન્દ્ર સરકાર નાકામ હતી, નાકામ છે.”
બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ખાતર માટે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતના મોતના સમાચારને લઈ પ્રદેશની ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેઓએ ટ્વીટ કર્યું કે “પાકની ખરીદીમાં અવ્યવસ્થાને લઈ લખીમપુરના એક ખેડૂતને માર્કેટમાં પડેલ અનાજને આગ લગાવી પડી. ખાતર વિતરણમાં અવ્યવસ્થાને લઈ લલિતપુરના એક ખેડૂતનું લાઈનમાં ઉભા-ઉભા મૃત્યુ નિપજ્યું છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે ખેડૂતોને ત્રાસ આપવામાં કોઈ કસર છોડી નહીં.”
धान खरीददारी में कुव्यवस्था के चलते लखीमपुर के एक किसान को मंडी में पड़े धान में आग लगानी पड़ी।
खाद वितरण में कुव्यवस्था के चलते ललितपुर के एक किसान की लाइन में खड़े-खड़े मृत्यु हो गई।
उप्र की भाजपा सरकार किसानों को प्रताड़ित करने में कोई कसर नहीं छोड़ रही है। pic.twitter.com/KCOCLIrLJy
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 23, 2021
આ પહેલા રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાને લઈ ગુરૂવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ અને આરોપ લગાવ્યા કે ‘દેશની જનતા સાથે મજાક ચાલી રહ્યું છે. તેઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈ ટ્વીટ કર્યું કે, “કેન્દ્ર સરકાર આપણી જનતા સાથે ખરાબ મજાક કરી રહી છે.’
किसान परेशान है
महंगाई पहुँची आसमान है
सीमाओं पर घमासान है
भारत तो तब भी महान है
पर केंद्र सरकार नाकाम थी, नाकाम है।#BJPfailsIndia— Rahul Gandhi (@RahulGandhi) October 23, 2021
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ગુરૂવારે 35 પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ કરવામાં આવી, જેનાથી દેશભરમાં ઈંધણની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. આજે પણ તેઓએ ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી અને સીમા સાથે જોડાયેલા મુદ્દાને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં 20 ટકા ઘટ્યા કોરોના કેસ, કેરળની સ્થિતિ ચિંતાજનક, જાણો શું છે ઓક્ટોબરના આંકડા
આ પણ વાંચો: 14 વર્ષ બાદ માચિસના ભાવમાં થશે વધારો, 1 ડિસેમ્બરથી માસિચનો ભાવ થશે ડબલ