‘શું ભાજપના કોઈ નેતાને પૂછ્યા છે આવા પ્રશ્ન?’ રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને આપ્યો વળતો જવાબ

|

Mar 19, 2023 | 6:56 PM

રાહુલ ગાંધીએ પ્રાથમિક જવાબ દિલ્હી પોલીસને આપ્યો છે. સુત્રો મુજબ રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે તે પોલીસને 8-10 દિવસની અંદર જવાબ આપશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ 4 પેજનો લેખિત જવાબ પોલીસને આપ્યો છે.

શું ભાજપના કોઈ નેતાને પૂછ્યા છે આવા પ્રશ્ન? રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને આપ્યો વળતો જવાબ

Follow us on

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ શ્રીનગરમાં આપેલા ભાષણ પર હવે ફરીથી રાજકારણ ગરમાયુ છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની વિરૂદ્ધ 16 માર્ચે એક નોટિસ જાહેર કરીને પીડિત મહિલાઓ વિશે જાણકારી માંગી હતી. જ્યારે નોટિસનો જવાબ ના મળ્યો તો પોલીસ રવિવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચી ગઈ.

હવે તેની પર રાહુલ ગાંધીએ પ્રાથમિક જવાબ દિલ્હી પોલીસને આપ્યો છે. સુત્રો મુજબ રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે તે પોલીસને 8-10 દિવસની અંદર જવાબ આપશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ 4 પેજનો લેખિત જવાબ પોલીસને આપ્યો છે. તેમાં કહ્યું છે કે પોલીસે તેમને 16 માર્ચે નોટિસ મોકલી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે તે 7-8 દિવસની અંદર જવાબ આપશે.

આ પણ વાંચો: યોગી સરકારના 6 વર્ષ પૂર્ણ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિર નિર્માણની કરી સમીક્ષા

જો કે આ જવાબ બાદ પણ પોલીસ તેમના નિવાસ સ્થાન પર 2 દિવસની અંદર ફરીથી પહોંચી ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે તે 4000 કિલોમીટરની લાંબી પદયાત્રા હતી અને 140 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી લાખો લોકોને મળ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં એ પણ લખ્યું છે કે તેમને આ મામલે જવાબ આપવા માટે વધુ સમય જોઈએ.

રાહુ ગાંધીએ આ જવાબમાં પોલીસને એ પણ સવાલ કર્યો છે કે શું પોલીસ આ પ્રકારના સવાલ કેન્દ્ર સરકારના કોઈ નેતા જે આ પ્રકારનું અભિયાન કરે છે, તેમને કરે છે? આ સવાલ બાદ રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં છેલ્લે કહ્યું કે તેમને અપેક્ષા છે કે આ કાર્યવાહીનું કનેક્શન તેમના અદાણીવાળા નિવેદનથી નથી, જે તેમને સંસદની અંદર અને બહાર ઘણી જગ્યાઓ પર આપ્યા છે.

રાહુલ ગાંધીના લેખિત જવાબ બાદ દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી તરફથી પ્રાથમિક જવાબમાં આપવામાં આવ્યો છે પણ તેમને કોઈ પણ એવી જાણકારી આપી નથી કે જે આગળની તપાસમાં ઉપયોગ કરવામાં આવી શકે. પોલીસે કહ્યું કે રવિવારે પોલીસની એક ટીમ રાહુલ ગાંધીના ઘરે પહોંચી હતી અને તેમની પાસે ‘યૌન શોષણ’થી પીડિત મહિલાઓની જાણકારી માંગવામાં આવી હતી. આ મહિલાઓનો ઉલ્લેખ તેમને ભારત જોડો યાત્રા દરમિયાન કર્યો હતો.

Next Article