Rahul Gandhi ની અટકાયત, કોંગ્રેસ મુખ્યાલયની બહાર કાર્યકરોએ મચાવ્યો હોબાળો

|

Jul 26, 2022 | 3:44 PM

કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજઘાટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે.ઉપરાંત ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે

Rahul Gandhi ની અટકાયત, કોંગ્રેસ મુખ્યાલયની બહાર કાર્યકરોએ મચાવ્યો હોબાળો
National Herald Case

Follow us on

નેશનલ હેરાલ્ડ અખબાર(National Herald Case) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગના મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે ફરી એકવાર ED ઓફિસ પહોંચ્યા છે. સોનિયાની સાથે તેનો પુત્ર રાહુલ અને પુત્રી પ્રિયંકા પણ છે. જ્યારે કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજઘાટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે.ઉપરાંત ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે

દિલ્હી પોલીસે વિજય ચોક ખાતે રાહુલની અટકાયત કરી હતી, જ્યાં કોંગ્રેસના તમામ સાંસદો સોનિયા ગાંધીની EDની પૂછપરછનો વિરોધ કરી રહ્યા હતા. રાહુલને બસ દ્વારા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. કસ્ટડીમાં લેવાતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કોંગ્રેસના તમામ સાંસદો અહીં (વિજય ચોક ખાતે) આવ્યા હતા. તેમણે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર વાત કરી. પરંતુ પોલીસ અમને અહીં બેસવા દેતી નથી. સંસદની અંદર ચર્ચા કરવાની મંજૂરી નથી અને અહીં પોલીસ અમારી ધરપકડ કરી રહી છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

રાહુલ ગાંધીની અટકાયત

દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. તેઓ વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસના અનેક સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કાઢી હતી.

મોદીજી વિપક્ષને ખતમ કરવા માંગે છેઃ ખડગે

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ મોદીજી અને અમિત શાહજીનું ષડયંત્ર છે કે વિપક્ષને સમાપ્ત કરીને અમારો અવાજ બંધ કરી દેવામાં આવે. અમે આનાથી ડરવાના નથી..અમે લડતા રહીશું.

મલ્લિકાર્જુન ખડગેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આ મોદીજી અને અમિત શાહજીનું કાવતરું છે કે વિપક્ષને ખતમ કરવા અને અમારો અવાજ બંધ કરાવો છે. અમે આનાથી ડરતા નથી. અમે લડતા રહીશું.’ દિલ્હી પોલીસે મલ્લિકાર્જુન ખડગેને પણ કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું, ‘અમે માગ કરી હતી કે સંસદમાં બેરોજગારી, મોંઘવારી, અગ્નિપથ યોજના અને સરકારી એજન્સીઓના દુરુપયોગ પર ચર્ચા થવી જોઈએ. પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો. અમે તેમને કહ્યું કે અમે રાજઘાટ પર તેનો વિરોધ કરીશું. પરંતુ અમને તે પણ મંજૂરી આપવામાં આવી ન હતી. અમે કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપીશું. પરંતુ આની પણ તેમણે મંજૂરી આપી ન હતી.

Published On - 1:02 pm, Tue, 26 July 22

Next Article