દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગક કમિટીની બેઠક ચાલી રહી છે. ત્યારે બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ રાખી દીધો છે. રાહુલે કહ્યું કે પાર્ટી માટે એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માગુ છું. મહત્વનું છે કે પરિણામોમાં કોંગ્રેસની મોટી હાર સામે આવી છે. ત્યારે પરિણામના દિવસે જ રાહુલ ગાંધીએ સમગ્ર હારની જવાબદારી પોતના શિરે લઈ લીધી હતી. જે બાદ પણ તેમણે રાજીનામાનો પ્રસ્તાવ સામે રાખ્યો હતો. અને આજે પણ ફરી રાજીનામાનો પ્રસ્તાવ રાખી દીધો છે. પ્રિયંકા ગાંધીએ આ અંગે કહ્યું કે ઉતાવડમાં કોઈ નિર્ણય કરવો યોગ્ય નથી. થોડીવારમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરા થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન થવાનું છે. ત્યારે ત્રણ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO
કમિટી દ્વારા અસ્વીકાર થઈ શકે છે અથવા કોઈ બીજી પરિસ્થિતિમાં જો સ્વીકાર થયો તો પછી શું થવાની સંભાવના છે.
1-રાહુલ ગાંધી જો પોતાના રાજીનામાનો પ્રસ્તાવ રાખે તો કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા સામૂહિક જવાબદારી લઈને તેનો અસ્વીકારી કરી દેવાશે.
2-રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી પણ શકે છે. હાર થયા બાદ કોંગ્રેસમાં જાતપરિક્ષણની જરૂર છે અને સાથે એક દબાણ પણ સર્જાયું છે. તો આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર પણ થઈ શકે છે. જો બીજી પરિસ્થિતિ મુજબ રાહુલનું રાજીનામું સ્વીકાર થઈ શકે તો પછી એવા પ્રશ્ન ઉભા થશે કે હવે કોણ…રાહુલ બાદ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવામાં અમરીન્દર સિંહ, અશોક ગહલોત અને મલ્લિકાર્જુન ખડગેના નામની ચર્ચા થઈ શકે છે. પણ મળતી માહિતી મુજબ આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવું થોડું અસંભવીત છે.
3-પરિસ્થિતિમાં એવી સંભાવના છે કે રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપે જ નહીં. કારણ કે રાહુલના રાજીનામાના પ્રસ્તાવથી કોંગ્રેસ નબળી સાબિત થઈ શકે છે. જેથી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં માત્ર હારના કારણો પર ચર્ચા પર ભાર દેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]