રાહુલ ગાંધી બની ગયા ‘ગજની’! 2 વર્ષ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં માંગી હતી માફી

|

Mar 25, 2023 | 6:28 PM

આજે પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું ડરતો નથી, હું તેમને સવાલો કરતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી, કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા, જે હું આપવાનો હતો. આ સાથે જ તેમને કહ્યું કે 'ગાંધી કોઈની માફી માંગતા નથી, મારૂ નામ રાહુલ ગાંધી છે સાવરકર નહીં.'

રાહુલ ગાંધી બની ગયા ગજની! 2 વર્ષ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં માંગી હતી માફી

Follow us on

હાલમાં સમગ્ર દેશના ખુણાખુણા પર એક જ નામને લઈને ચર્ચા થઈ રહી છે અને તે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે એટલે કે આજે કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમને ભાજપ સરકાર પર મોટા પ્રહારો કર્યો હતા અને મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર સવાલો પુછ્યા. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની સજા સંભળાવી, ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા.

ત્યારે આજે પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું ડરતો નથી, હું તેમને સવાલો કરતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી, કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા, જે હું આપવાનો હતો. આ સાથે જ તેમને કહ્યું કે ‘ગાંધી કોઈની માફી માંગતા નથી, મારૂ નામ રાહુલ ગાંધી છે સાવરકર નહીં.’

ત્યારે રાહુલ ગાંધી ભૂતકાળને ભૂલી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. આ પહેલા તે બે વર્ષ પહેલા પણ એક કેસમાં માફી માંગી ચૂક્યા છે. અહીં અમે તમને જણાવીશું કે રાહુલ ગાંધીએ આ પહેલા ક્યારે ક્યારે માફી માંગી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: “હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા”, TV9 ભારતવર્ષના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

રાહુલ ગાંધીએ ક્યારે માંગી માફી?

રાહુલ ગાંધીએ 9-10 મે 2020ના રોજ તેમના રાજકીય સૂત્ર “ચોકીદાર ચોર હૈ”ને લઈને સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. કોંગ્રેસ નેતાએ તેમના ત્રણ પેજના માફીનામામાં સુપ્રીમ કોર્ટને તેમની સામેના કેસની કાર્યવાહી પડતી મૂકવા વિનંતી કરી હતી.

રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના પ્રાથમિક ચૂકાદાને કથિત રીતે ખોટી રીતે સૂત્ર આપવા બદલ ભાજપના મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી સામે તિરસ્કારનો કેસ દાખલ કર્યો હતો. મીનાક્ષી લેખીએ કોર્ટને સુપ્રીમ કોર્ટના 10 એપ્રિલના ચૂકાદાને ટ્વિસ્ટ કરવા બદલ રાહુલ ગાંધી સામે ફોજદારી અવમાનના પગલાં શરૂ કરવા કહ્યું હતું. મે મહિનામાં રાહુલ ગાંધીએ ત્રણ પેજનું સોગંદનામું દાખલ કર્યું હતું, જ્યારે અગાઉ આપેલા એક માફીનામાને રિજેક્ટ કરવામાં આવ્યું હતું કારણ કે તેણે સીધી રીતે તેમની ભૂલ સ્વીકારી ન હતી.

શું હતો કેસ

રાહુલ ગાંધીએ 10 એપ્રિલ 2020ના રોજ આ ટિપ્પણી કરી હતી, જે દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ કેસમાં 14 ડિસેમ્બર 2019ના ચૂકાદા સામે સમીક્ષા અરજીઓને સમર્થન આપવા માટે કેટલાક દસ્તાવેજોની સ્વીકૃતિ પર કેન્દ્રના વાંધાઓને ફગાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરતા ‘ચોકીદાર ચોર હૈ’ કહ્યું હતું. આ ટિપ્પણીનો ઉપયોગ કોંગ્રેસ નેતાએ રાફેલ ડીલ પર વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાનને લગતી ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા માટે કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી.

રાહુલની બિનશરતી માફી

રાહુલ ગાંધીએ 8 મેના રોજ રાફેલ ચૂકાદામાં તેમની “ચોકીદાર ચોર હૈ” ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ SCમાં બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટનો “સૌથી વધુ સન્માન અને આદર” રાખે છે.

રાહુલ ગાંધી દ્વારા ત્રણ પેજનું સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું કારણ કે તેમણે 30 એપ્રિલે તેમના અગાઉના એફિડેવિટ પર SCની આલોચના કરી હતી, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટને કથિત રૂપે અપમાનજનક ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ તેમની ભૂલ સીધી સ્વીકારી ન હતી.

Next Article