પંજાબની તિજોરીના નાણાં નેતાઓ માટે નહી, સામાન્ય જનતા માટે વપરાશે, MLA-MP ને માત્ર એક ટર્મનુ અપાશે પેન્શન

|

Mar 25, 2022 | 2:39 PM

પંજાબના સીએમએ નિર્ણય લીધો છે કે ધારાસભ્યો અને સાંસદોને હવે માત્ર એક ટર્મ માટે પેન્શન આપવામાં આવશે, પછી ભલે તેઓ કેટલી વાર ચૂંટણી જીત્યા હોય.

પંજાબની તિજોરીના નાણાં નેતાઓ માટે નહી, સામાન્ય જનતા માટે વપરાશે, MLA-MP ને માત્ર એક ટર્મનુ અપાશે પેન્શન
Punjab CM Bhagwant Mann ( File photo)

Follow us on

Punjab: પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક લોકપ્રિય પગલાંઓની જાહેરાત કરી રહી છે. જેના ભાગરૂપે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે.  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Punjab CM Bhagwant Mann) કહ્યું છે કે ઘણી વખત ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્યો (MLA) અને સાંસદોને (MP) દરેક ટર્મ માટે પેન્શન નહીં મળે. માત્ર એક ટર્મ પેન્શન આપવામાં આવશે. તેમના પરિવારને આપવામાં આવતું પેન્શન પણ કાપવામાં આવશે. માને કહ્યું, ‘હવે પંજાબની તિજોરી નેતાઓ માટે નહીં, પરંતુ જનતા માટે વાપરવામાં આવશે.’

સીએમ માને કહ્યું, બેરોજગારી એક મોટો મુદ્દો છે. છોકરા-છોકરીઓ ડીગ્રી લઈને નોકરી માંગવા જાય છે ત્યારે લાઠીચાર્જ થાય છે. પાણીના ફુવારાઓની સવલત છે. પરંતુ નોકરીઓ મળતી નથી. અમે આ મામલે ખૂબ જ મોટા પગલા લઈ રહ્યા છીએ. પરંતુ હું તમારી સાથે જે વાત કરવા માંગુ છું તે બીજા મુદ્દા પર છે. આપણા તમામ રાજકીય લોકો, ધારાસભ્યો… તેઓ લોકોને સેવા કરવાની તક આપવાના નામે હાથ જોડીને મત માંગે છે. કેટલાક તો સત્તા માટે નહી પણ સેવા માટે કહીને વોટ માંગે છે.

લાખો રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે

તેમણે વધુમાં કહ્યું કે, તમને આશ્ચર્ય થશે કે ઘણા ધારાસભ્યો છે, જેમાંથી કેટલાક ત્રણ વખત જીત્યા છે, તો કોઈ, ચાર વખત જીત્યા છે, ટિકિટ નથી મળી, પાંચ વખત જીત્યા છે, છ વખત જીત્યા છે, વિધાનસભામાં નથી આવ્યા. તેમને લાખો રૂપિયાનું પેન્શન મળે છે. તે પણ દર મહિને. કોઈને 3.50 લાખ તો કોઈને 4.50 લાખ. કોઈને સાડા પાંચ લાખ પણ પેન્શન મળે છે. જેથી તિજોરી પર કરોડો રૂપિયાનો બોજ પડે છે. ઘણા એવા સાંસદો પણ પેન્શન લઈ રહ્યા છે, જેઓ અગાઉ અહીં ધારાસભ્ય હતા. તેઓ ધારાસભ્ય તરીકેનુ પણ પેન્શન પણ લઈ રહ્યાં છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ પણ વાંચોઃ

લદ્દાખ તણાવ અને IOC મા કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી NSA અજીત ડોભાલ અને એસ જયશંકરને પણ મળ્યા

આ પણ વાંચોઃ

Birbhum Violence : બીરભૂમ હિંસા કેસની તપાસ સીબીઆઈને, કોલકત્તા હાઈકોર્ટનો આદેશ

Published On - 2:13 pm, Fri, 25 March 22

Next Article