Punjab: પંજાબ સરકારની મહત્વની જાહેરાત, ઓલિમ્પિક મેડલ વિજેતાઓના નામ પરથી રસ્તા અને શાળાઓનું નામ રાખવામાં આવશે

|

Aug 07, 2021 | 12:49 PM

હોકીમાં 41 વર્ષ પછી ઐતિહાસિક ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટીમને અભિનંદન આપતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે.

Punjab: પંજાબ સરકારની મહત્વની જાહેરાત, ઓલિમ્પિક મેડલ વિજેતાઓના નામ પરથી રસ્તા અને શાળાઓનું નામ રાખવામાં આવશે
CM Amrindar Sinh (File Photo)

Follow us on

Punjab: પંજાબના શાળા શિક્ષણ અને જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યુડી) ના મંત્રી વિજય ઈન્દર સિંગલાએ (Indar Singla) શુક્રવારે જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના રસ્તાઓ અને શાળાઓનું નામ ઓલિમ્પિક મેડલ (Olympic Medal) વિજેતાઓના નામ પર રાખવાનું નક્કી કર્યું છે.

હોકીમાં 41 વર્ષ પછી ઐતિહાસિક ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીતવા બદલ ટીમને અભિનંદન આપતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે. આથી રાજ્યના રસ્તાઓ અને શાળાઓનું નામકરણ તેમની સિદ્ધિને સન્માનિત કરવા માટે આ એક પહેલ કરી છે.

શાળાઓ અને રસ્તાઓના નામ ખેલાડીઓના નામ પર રખાશે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સિંગલાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Amrindar Sinh) રસ્તાઓ અને શાળાઓના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે વહેલી તકે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

વધુ વિગતો આપતા સિંગલાએ ઉમેર્યું હતુ કે, સંબંધિત મેડલ વિજેતા ખેલાડીઓના વિસ્તારમાં રહેઠાણ અને શાળાને જોડતા રસ્તાનું નામ તેના નામ પરથી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પગલું યુવાનોને તેમના જીવનમાં ઇચ્છિત લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરણા પુરી પાડશે.

પંજાબ રાજ્યના હોકી ટીમમાં 11 ખેલાડીઓ

સિંગલાએ આપેલી માહતી મુજબ, હોકી ટીમમાં 11 ખેલાડીઓ પંજાબના હતા. જેમાં (Captain) મનપ્રીત સિંહ, (Vise captain) હરમનપ્રીત સિંહ, રૂપિંદરપાલ સિંહ, સિમરનજીત સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, ગુરજંત સિંહ, હાર્દિક સિંહ, સમશેર સિંહ, વરુણ કુમાર અને કૃષ્ણ પાઠકનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતુ કે, મહિલા હોકી ટીમ (Women Hockey Team) પણ ખૂબ જ સારી રીતે રમી હતી. પરંતુ કેટલાક પરિબળોને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલને ચૂકી ગઇ હતી. આપને જણાવવું રહ્યું કે, ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે 3-4ની સરસાઈથી હારી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, મહિલા હોકી ટીમમાં બે ખેલાડી પંજાબના હતા, જેમાં ગુરજીત કૌર અને રીના ખોખરનો સમાવેશ થાય છે.

આપને જણાવવું રહ્યું કે, ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ ભારતને હોકીમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ઉપરાંત ભારતીય મહિલા હોકી ટીમે પણ બ્રિટનને ટક્કર આપી હતી, પરંતુ મેડલ મેળવવામાં મહિલા હોકી ટીમ ચુકી ગઈ હતી.

 

આ પણ વાંચો: કાનમાં Earphone લગાવતા પહેલા થઈ જાઓ સાવધાન! Earphone બ્લાસ્ટે લઈ લીધો યુવકનો જીવ

આ પણ વાંચો: Uttarakhand: કુંભ દરમિયાન કોરોનાની ખોટી તપાસ કરવા વાળી લેબ પર EDનો સંકંજો, એકજ એડ્રેસ અને નંબર પર અનેક એન્ટ્રી

Next Article