
ભારતમાં છેલ્લા 10 વર્ષોમાં પૂરનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. વર્ષ 2014 થી 2024 વચ્ચે દેશના 3 લાખ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તારો એટલે કે દેશની કૂલ જમીનનો 10 ટકા હિસ્સો કોઈને કોઈ પ્રકારે પૂરથી પ્રભાવિત થયો હોય છે. ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આ ચોમાસામાં વરસાદે જે ભારે તબાહી સર્જી છે. નદીઓમાં આવેલુ પૂર, નબળા બંધો અને પાણીના નિકાલની અવ્યવસ્થાએ પૂરને વધુ વિનાશક બનાવી દીધુ છે. આ વર્ષે પંજાબમાં આવેલા પૂરે ભારે તારાજી અને બરબાદી નોતરી છે. સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં જળસ્તર વધતા ભાખડા, પોંગ અને રણજીતસાગર ડેમમાંથી પાણી છોડવાને કારણે 1902 જેટલા ગામડા તણાઈ ગયા છે. જેનાથી 3.84 લાખ લોકો પ્રભાવિત થયા છે. 43 લોકોના મોત થયા છે. 9 લાખ લોકો તેમના ઘરો મુકીને સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. 1.7 લાખ હેક્ટર જમીનમાં પાક બર્બાદ થઈ ગયો છે. ગુરદાસપુર, અમૃતસર અને ફિરોઝપુર જેવા જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. ક્લાઈમેટ ચેન્જને કારણે વાદળ ફાટવાની ઘટનાઓ પણ...
Published On - 8:04 pm, Mon, 8 September 25