PM મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી, સુરક્ષામાં કોઈ ખામી નહોતીઃ CM ચરણજીત સિંહ ચન્ની

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ “અમે તેમને (PMO)ને ખરાબ હવામાન અને વિરોધને કારણે યાત્રા રોકવા માટે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાના અચાનક ડાયવર્ઝન વિશે અમને કોઈ માહિતી નહોતી".

PM મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી, સુરક્ષામાં કોઈ ખામી નહોતીઃ CM ચરણજીત સિંહ ચન્ની
punjab cm charanjit singh channi
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:33 PM

પંજાબના પ્રવાસ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં (Prime Minister’s security) થયેલી ક્ષતિ અંગે પંજાબ રાજ્યના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને દુખ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવા મારે આજે ભટિંડા (Bhatinda)જવાનું હતું, પરંતુ મારી સાથે જે લોકો જવાના હતા તેઓ કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું હતું, તેથી હું આજે વડા પ્રધાનને આવકારવા ગયો ન હતો કારણ કે હું કેટલાક લોકોના સંપર્કમાં હતો.

“અમે તેમને (PMO)ને ખરાબ હવામાન અને વિરોધને કારણે યાત્રા રોકવા માટે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાના અચાનક ડાયવર્ઝન વિશે અમને કોઈ માહિતી નહોતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી જોવા મળી નથી. જો PM મોદીની આજની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી ( pm security breach) હશે તો અમે તપાસ કરાવીશું. વડાપ્રધાનને કોઈ ધમકી નહોતી.

સીએમ ચન્નીએ કહ્યું, ‘છેલ્લા એક વર્ષથી ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે. હું ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનો નથી. અમે આખી રાત ખેડૂતો સાથે વાત કરી, ત્યારબાદ તેઓએ આંદોલન પાછું ખેંચ્યું. આજે અચાનક ફિરોઝપુર જિલ્લામાં કેટલાક આંદોલનકારીઓ એકઠા થયા હતા. વડા પ્રધાન પર કોઈ હુમલો થયો ન હતો, એવી કોઈ વિચારસરણી નહોતી. અગાઉ પણ દિલ્હીમાં ખેડૂત આંદોલન થયું હતું, તેમની કેટલીક માંગ હતી જે 1 વર્ષ પછી પૂરી કરવામાં આવી હતી. આજે પણ જો કોઈ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા રસ્તા પર આવે તો તેને વડાપ્રધાનની સુરક્ષા સાથે જોડવુ જોઈએ નહીં, આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

આ પણ વાંચોઃ

પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

આ પણ વાંચોઃ

પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા

 

Published On - 6:58 pm, Wed, 5 January 22