‘ખેડૂતો સાથે ફરી વાત કરો – કરતારપુર કોરિડોર ઝડપથી ખોલવો જોઈએ’, પીએમ મોદી સાથેની પ્રથમ બેઠકમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કરી માગ

|

Oct 01, 2021 | 6:20 PM

વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળ્યા બાદ, ચન્નીએ કહ્યું કે તે એક સૌજન્ય મુલાકાત હતી અને પીએમ મોદીએ તેમને સંપૂર્ણ સન્માન આપ્યું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન સમક્ષ ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા.

ખેડૂતો સાથે ફરી વાત કરો - કરતારપુર કોરિડોર ઝડપથી ખોલવો જોઈએ, પીએમ મોદી સાથેની પ્રથમ બેઠકમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કરી માગ
PM Narendra Modi - Punjab CM Charanjit Singh Channi

Follow us on

પંજાબમાં (Punjab) રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (CM Charanjit Singh Channi) શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. ચન્નીએ વડાપ્રધાન સાથે એક કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી.

વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળ્યા બાદ, ચન્નીએ કહ્યું કે તે એક સૌજન્ય મુલાકાત હતી અને પીએમ મોદીએ તેમને સંપૂર્ણ સન્માન આપ્યું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન સમક્ષ ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા.

ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી સમક્ષ ત્રણેય કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની માગને પુનરાવર્તિત કરી. તેમજ કહ્યું કે ખેડૂતો સાથે ફરી વાતચીત શરૂ કરવી જોઈએ. તેના પર વડાપ્રધાને એમ પણ કહ્યું કે તેઓ આ મામલાનો ઉકેલ શોધી રહ્યા છે. મુખ્યમંત્રીએ પીએમ પાસે કોરોનાના કારણે બંધ કરતારપુર કોરિડોર ખોલવાની પણ માગ કરી હતી. જ્યારે ત્રીજો મુદ્દો તેમણે પાકની ખરીદીનો ઉઠાવ્યો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

પંજાબના મુખ્યમંત્રીએ ગુરુવારે કેન્દ્ર સરકારને 1 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી સ્થગિત કરવા માટે જારી કરાયેલ પત્ર પાછો ખેંચવાની માગ કરી હતી. ડાંગરની સરકારી ખરીદી સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. તેમણે આ મામલે વડાપ્રધાન પાસેથી વ્યક્તિગત હસ્તક્ષેપની માગ કરી હતી.

CM ચન્નીએ કેન્દ્રને કૃષિ કાયદા પાછા ખેંચવા કહ્યું

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મંગળવારે કેન્દ્રને તેના કૃષિ કાયદાને તાત્કાલિક પાછી ખેંચવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે જેથી તેને રદ કરી શકાય. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ચન્નીએ કહ્યું કે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદર સિંહને કાયદાઓ રદ કરવા કહ્યું હતું પરંતુ તે સમયે કેબિનેટે તેમને વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા હતા.

જો કે, આ ‘કડક’ કાયદાઓને નકારવાને બદલે, તેમણે સુધારેલું બિલ લાવવાનું નક્કી કર્યું. ચન્નીએ કહ્યું કે તેમની સરકાર પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે અને “ખેડૂત વિરોધી” કાયદાઓને રદ કરશે. ચન્નીએ કહ્યું, ‘આ સામાન્ય માણસની સરકાર છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં સારૂ કામ કર્યું છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું.

 

આ પણ વાંચો : બ્રિટિશ નાગરિકો માટે ભારતે નવા પ્રવાસ નિયમો કર્યા જાહેર, વેક્સીન લીધા બાદ કોરોના ટેસ્ટ અને ક્વોરેન્ટાઇન જરૂરી

આ પણ વાંચો : ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

Next Article