Punjab : પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu)બુધવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ચન્ની અને સિદ્ધુ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે, રાહુલ સાથેની આ મુલાકાતમાં પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ પણ બુધવારે રાહુલ ગાંધીને અલગથી મળ્યા હતા.
વિધાનસભા ચૂંટણી અંગે મંથન
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય નેતાઓ વચ્ચે ચાલી રહેલી આ બેઠકમાં આવતા વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે મંથન થયું હતું. તમને જણાવી દઈએ કે, આ પહેલા કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે(Congress High Command) ત્રણેય ટોચના નેતાઓને પાર્ટીના આંતરિક મુદ્દાઓ ઉકેલવાની આશાએ દિલ્હી બોલાવ્યા હતા. તાજેતરમાં, જાખરેએ સિદ્ધુના નિર્ણયો પર તેમની નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે નિયુક્ત જિલ્લા પક્ષ પ્રમુખોને તેણે બદલવાનું શરૂ કર્યું હતું.
કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે જગ જાહેર
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે જગ જાહેર થયો છે.તાજેતરમાં સુનીલ જાખરેએ (Sunil Jakhhre) આડકતરી રીતે સિદ્ધુના કામને વાંદરાનો ડાન્સ ગણાવ્યો હતો. આ સાથે જ સિદ્ધુ પોતાની જ પાર્ટીની જાહેરમાં ટીકા કરી રહ્યા છે. ચન્નીએ હાલમાં જ બ્લોક પાર્ટી પ્રમુખોની બેઠક બોલાવી હતી. જોકે, આમંત્રણ છતાં સિદ્ધુએ ભાગ લીધો ન હતો. ઉલ્લેખનીય છે કે, ચરણજીત ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેનો વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સિદ્ધુએ સીએમ આવાસ પર બોલાવેલી બેઠકમાં ભાગ લીધો ન હતો. તેને ધ્યાનમાં રાખીને પંજાબના સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બંનેને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો ઈરાદો બંને વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવાનો છે.
સિદ્ધુ પંજાબ કોંગ્રેસ ભવનનું કામ સંભાળી રહ્યા નથી
મંગળવારે રાજ્ય પ્રભારી હરીશ ચૌધરીએ પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં સિદ્ધુ સિવાય પાર્ટીના કોઈ કાર્યકારી અધ્યક્ષે પણ ભાગ લીધો ન હતો. અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે સિદ્ધુ હજુ પણ પોતાનું બળવાખોર વલણ જાળવી રહ્યા છે અને પંજાબ કોંગ્રેસ ભવનમાં ગયા પછી પણ કામ કરી રહ્યા નથી.
આ પણ વાંચો : ઓમિક્રોન વેરિઅન્ટના જોખમવાળા દેશોમાંથી 3,476 મુસાફરો આવ્યા ભારત, કોરોના ટેસ્ટમાં મળ્યા 6 લોકો સંક્રમિત
આ પણ વાંચો : Parag Agrawal ટ્વીટરના CEO બનતા PAK સહીત સૌ કોઈને યાદ આવ્યાં સુષ્મા સ્વરાજ, જાણો શું છે સમગ્ર મામલો