ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં ઉથલપાથલ, મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજા ભુપિન્દર સિંહની ધરપકડ

|

Feb 04, 2022 | 9:55 AM

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધી ગઈ છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના ભત્રીજા ભૂપિંદરસિંહ હનીની ધરપકડ કરવામાં આવી છે.

ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં ઉથલપાથલ, મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજા ભુપિન્દર સિંહની ધરપકડ
Charanjit Singh Channi ( File photo)

Follow us on

ચૂંટણી પહેલા પંજાબના (Punjab) રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ છે. પંજાબ મુખ્યમંત્રી ચન્નીના (Charanjit Singh Channi) ભત્રીજા ભુપિન્દર સિંહની ધરપકડ કરવામાં આવી છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગેરકાયદે રેતી ખનન કેસમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિંદર હનીની ધરપકડ કરી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂપિન્દર હનીને ગેરકાયદે રેતી ખનન કેસમાં પૂછપરછ માટે જાલંધરની ઇડી ઓફિસમાં બોલાવ્યો હતો. પૂછપરછ પછી, ED જવાબોથી સંતુષ્ટ  ના હોય અને હનીની ધરપકડ કરવામાં આવી હતી. આજે એટલે કે 4 જાન્યુઆરી  ભૂપિંદર હનીને મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

EDએ થોડા દિવસો પહેલા મોહાલી અને લુધિયાણામાં ભૂપિન્દર હની અને તેના સહયોગીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 10 કરોડ રોકડા, 12 લાખની રોલેક્સ ઘડિયાળ, 21 લાખ સોનું મળી આવ્યું હતું. ઇડીએ હનીના મોહાલીના ઘરેથી રૂ. 8 કરોડ અને લુધિયાણામાં તેના ભાગીદાર સંદીપના ઠેકાણા પાસેથી રૂ. 2 કરોડ રિકવર કર્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2018માં નોંધાયેલા ગેરકાયદેસર રેતી ખનનના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તત્કાલિન સીએમ કેપ્ટન અમરિંદર સિંહના હવાઈ પ્રવાસ દરમિયાન ગેરકાયદે રેતી ખનન પકડાયા બાદ આ મામલો બન્યો હતો.

નોંધનીય છે કે,  દરોડા દરમિયાન ભૂપિંદર સિંહ ઉર્ફે હની તેના મોહાલીના ઘરે હાજર હતો. જ્યારે EDના તપાસ અધિકારીઓએ તેમની પાસેથી રિકવર કરાયેલા કરોડો રૂપિયા વિશે પૂછપરછ કરી તો ન તો તે પોતે કોઈ બેંક સ્લિપ બતાવી શક્યો ન તો તે કહી શક્યો કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. EDએ આ કેસમાં હની અને તેની કંપનીના અન્ય બે ડિરેક્ટરોની પૂછપરછ કરી હતી.

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રેતી ખનન કેસના મુખ્ય આરોપી કુદરતદીપ સિંહ અને ભૂપિંદર સિંહ હની અન્ય વ્યક્તિ સંદીપ સાથે પ્રોવાઈડર્સ ઓવરસીઝ કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીની રચના તે જ વર્ષે 25 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવી હતી, જ્યારે પંજાબ પોલીસે ગેરકાયદે માઈનિંગ કેસમાં એફઆઈઆર નોંધી હતી. આ કંપની પાસે માત્ર 60 હજાર રૂપિયાની પેડ-અપ મૂડી હતી અને કુલ અધિકૃત રકમ 5 લાખ રૂપિયા હતી.

EDને આશંકા છે કે આ કંપની દ્વારા કાળા નાણાને સફેદમાં પણ ફેરવવામાં આવ્યું છે. EDએ હનીને આ કંપની સાથે સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કરવા પણ કહ્યું હતું. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ 117 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિપક્ષ હવે આ મુદ્દે કોંગ્રેસ પર વધુ આકરા પ્રહારો કરશે.

આ પણ વાંચો : UP Assembly Elections: CM યોગી આદિત્યનાથ આજે ગોરખપુરમાં ઉમેદવારી નોંધાવશે, અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ તેમની સાથે રહેશે

આ પણ વાંચો : Ahmedabad: મુઠીયા ગામે બુટલેગરોએ ઊભા કરેલા દબાણો દૂર કરાયા, પોલીસ અને AMCની ટીમે સાથે મળી કરી કાર્યવાહી

Published On - 7:45 am, Fri, 4 February 22

Next Article