Sidhu Moosewala હત્યા કેસમાં અત્યાર સુધી 23 લોકોની ધરપકડ, ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર

|

Sep 11, 2022 | 6:00 PM

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની(Sidhu Moosewala) હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. સાથે જ કુલ 35 આરોપીઓના નામ છે.

Sidhu Moosewala હત્યા કેસમાં અત્યાર સુધી 23 લોકોની ધરપકડ, ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર
Sidhu Moosewala

Follow us on

પંજાબમાં(Punjab)બહુચર્ચિત સિદ્ધુ મુસેવાલા( Sidhu Moosewala ) હત્યા કેસના(Murder) મુખ્ય શૂટર દીપક મુંડી અને તેના બે સહયોગીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. દીપક મુંડી અને તેના બે સાથી કપિલ પંડિત અને રાજીન્દરને આજે પંજાબની માનસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સુનવણી દરમિયાન કોર્ટે ત્રણેયની 6 દિવસની કસ્ટડી પોલીસને આપી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના લગભગ 100 દિવસ પછી, પંજાબ પોલીસે શનિવારે તેની હત્યામાં સામેલ છઠ્ઠા અને છેલ્લા શૂટર દીપક મુંડીની ધરપકડ કરી હતી. તેની સાથે અન્ય બે સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મુંડીના બંને સહાયકોની ઓળખ કપિલ પંડિત અને રાજીન્દર તરીકે થઈ

પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે દીપક અત્યાર સુધી પોલીસની આંખમાં ધૂળ નાખતો હતો. પરંતુ કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંયુક્ત ઓપરેશનમાં તેને અને તેના બે સહયોગીઓને પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદેથી પકડવામાં આવ્યા હતા. ડીજીપી યાદવના જણાવ્યા અનુસાર મુંડીના બંને સહાયકોની ઓળખ કપિલ પંડિત અને રાજીન્દર તરીકે થઈ છે. આ બંને પર આરોપીઓને હથિયાર અને અન્ય સુવિધાઓ આપવાનો આરોપ છે.

એક ટ્વિટમાં ડીજીપીએ કહ્યું કે પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ફરાર શૂટર દીપક મુંડીની તેના બે સહયોગીઓ સાથે ધરપકડ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર ડ્રગ્સ અને કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં મોટી જીત હાંસલ કરવામાં આવી છે.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી

તેણે અન્ય એક ટ્વીટમાં કહ્યું, ‘એજીટીએફ ટીમ દ્વારા ગુપ્ત માહિતીના ભાગરૂપે પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદે શનિવારે દીપક, કપિલ પંડિત અને રાજીન્દરની ધરપકડ કરવામાં આવી હતી. બોલેરોમાં બેઠેલા મુસેવાલાને ગોળી મારનારાઓમાં દીપક પણ સામેલ હતો. જ્યારે કપિલ પંડિત અને રાજિંદરે હથિયારો, છુપાવાનું સ્થળ અને અન્ય સહાય પૂરી પાડી હતી.

જાણવા મળે છે કે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતા ગાયક શુભદીપ સિંહ સિદ્ધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે તેમની સુરક્ષા કાયમી ધોરણે પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. મુસેવાલા તેના મિત્ર અને પિતરાઈ ભાઈ સાથે માણસાના જવાહરના ગામમાં જઈ રહ્યા હતા, ત્યારે છ આરોપીઓએ તેનું વાહન રોક્યું અને ફાયરિંગ શરૂ કર્યું. કેનેડા સ્થિત લોરેન્સ બિશ્નોઈ ગેગના સભ્ય ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. કેન્દ્રીય એજન્સીઓની મદદથી ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે

ગોલ્ડી આ હત્યાનો અસલી સૂત્રધાર છે. કપિલ નામના વ્યક્તિએ તેને નેપાળમાં આશરો આપ્યો હતો. તેમની યોજના દીપક મુંડીને દુબઈ મોકલવાની હતી. એટલું જ નહીં, સલમાન ખાનની રેકી પણ કપિલ પંડિત નામના વ્યક્તિએ કરી હતી. પોલીસે કહ્યું કે અમે વિદેશમાં બેઠેલા અન્ય આરોપીઓને પણ પકડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. સાથે જ કુલ 35 આરોપીઓના નામ છે.

પોલીસે આરોપીઓની ઓળખ પ્રિયવ્રતા ફૌજી, કશિશ, અંકિત સેરસા, દીપક મુંડી, મનપ્રીત સિંહ અને જગરૂપ સિંહ રૂપા તરીકે કરી હતી, જેઓ હત્યામાં કથિત રીતે સામેલ હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફૌજી, કશિશ અને સેરસાની ધરપકડ કરી હતી. તે જ સમયે, રૂપા અને મનપ્રીતને પંજાબ પોલીસે અમૃતસરમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.

Next Article