નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. CAAને પડકાર આપતી કોંગ્રેસ અને ત્રિપુરા રાજવી પરિવારના કિરીટ પ્રદ્યુત બર્મનેની અરજી પર સુપ્રીમ કોર્ટ 18 ડિસેમ્બરે સુનાવણી કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અસમ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં નાગરિક્તા સંશોધન એક્ટને લઈ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે હવે લખનઉની નદવા કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ આ એક્ટને લઈ વિરોધ શરૂ કર્યો છે. નદવા કોલેજમાં પથ્થરમારો થયો, જેના જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો