RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR

|

Jan 27, 2022 | 1:26 PM

Bihar Student Protest: RRB-NTPC પરિણામનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રેલ્વેની સંપતિની તોડફોડ કરી અને ટ્રેનના ડબ્બાઓને આગ લગાડી હતી. પોલીસે ભોજપુરમાં 700 અને નવાદામાં 500 અજાણ્યાઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ સાથે અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે

RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR
આંદોલનકારી વિદ્યાર્થીઓએ ટ્રેનના ડબ્બાને લગાવી આગ

Follow us on

BIHAR RRB NTPC PROTEST : બિહારમાં પોલીસે RRB-NTPC પરિણામના વિરોધના નામે હિંસા આચરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ભોજપુરમાં 700 અજાણ્યાઓ પર FIR નોંધી છે. આમાં RPF પોલીસ સ્ટેશનમાં 200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જ્યારે GRP પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓના નામ સહિત 500 વિદ્યાર્થીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. જીઆરપી પોલીસ સ્ટેશનમાં જે 4 સામે કેસ નોંધાયા છે તેમાં અરુણ કુમાર પંડિત, વિષ્ણુ શંકર પંડિત, વરુણ પંડિત અને રવિશંકર કુમાર પંડિતની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે પોલીસ ગયામાં ટ્રેનની બોગીમાં આગ લગાવનારા લોકોની પણ ઓળખ કરી રહી છે. પોલીસ વીડિયો ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. આ સાથે પોલીસ શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

રાજેન્દ્ર નગર ટર્મિનલથી આંદોલન શરૂ થયું

બિહારમાં ગત સોમવારે પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલથી શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલને મંગળવાર સુધી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મંગળવારે વિદ્યાર્થીઓએ આરામાં સ્ટેશનના પશ્ચિમ ગુમતી પર પાર્ક કરેલી આરા-સાસારામ એક્સપ્રેસના એન્જિનમાં આગ લગાવી દીધી હતી. જે બાદ એન્જિનની અંદરનો આખો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. આ પછી લોકો પાયલટ રવિ કુમારે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તો નવાડામાં બદમાશોએ મેન્ટેનન્સની કારને ઉડાવી દીધી હતી.

નવાદામાં તોફાની વિદ્યાર્થીઓએ રેલ્વે મેન્ટેનન્સ વાહનને આગ લગાડી અને પાટા ઉખેડી નાખ્યા. આ પછી પોલીસે અહીં 500 અજાણ્યાઓ પર FIR નોંધી છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. તેમજ 28 લોકોને જામીન બાદ મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, પોલીસે અહીં હંગામો મચાવવા બદલ 32 લોકોની અટકાયત કરી હતી, જેમને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ભીખાણા ડુંગરમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ ઉમટી

મંગળવારે પટનાના ભીખાના ટેકરી પર વિદ્યાર્થીઓની ભારે ભીડ એકઠી થઈ હતી. જે બાદ પોલીસે ભીડને વિખેરવા વોટર કેનન પડે પાણીનો મારો કર્યો હતો. આમ છતાં વિદ્યાર્થીઓએ ત્યાં જ ઉભા રહીને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પછી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

ગયામાં ટ્રેનની ચાર બોગી સળગાવી

બુધવારે પોલીસની આ કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓ વધુ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓએ ગયા, જહાનાબાદ, વૈશાલી, આરા, બક્સર, નવાદા, નાલંદામાં ટ્રેન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. ગયામાં વિદ્યાર્થીઓએ સ્ટેશન પર ઉભેલી ટ્રેનની બોગીને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની બોગી બળીને રાખ થઈ ગઈ હતી. આ પછી, રેલ્વેએ વિદ્યાર્થીઓની રજુઆત અને માંગને લઈને એક સમિતિની રચના કરી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદ યોજીને વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી અને સમિતિ સાથે તેમના મુદ્દા રાખવા વિનંતી કરી. રેલ્વે મંત્રીએ પરીક્ષાને લગતી ઘણી જાહેરાતો પણ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓએ હંગામો બંધ ન કર્યો અને ગયામાં સાંજે 4 વાગ્યે ટ્રેનની વધુ ત્રણ બોગીને આગ ચાંપી દેવાઈ હતી..

આ પણ વાંચોઃ

RRB NTPC Exam Protest : શુક્રવારે બિહાર બંધનુ એલાન, આંદોલનને પગલે રેલ્વેના અનેક રૂટ ડાયવર્ટ

આ પણ વાંચોઃ

 

RRB NTPC Exam Protest: વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં પટનાના ચર્ચિત શિક્ષક ખાન સર સહિત અનેક સંસ્થાઓ સામે કેસ દાખલ

Next Article