લખીમપુર હિંસા કેસ મુદ્દે સસંદમાં હોબાળો, બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત

વિપક્ષના 12 સાંસદોના સસ્પેન્શન અને લખીમપુર ખીરી મુદ્દે વિપક્ષ સંસદમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ લખીમપુરી ખીરી કેસમાં ગૃહ રાજ્ય મંત્રીનું રાજીનામું માંગ્યું છે. આ માંગ પર સમગ્ર વિપક્ષ એકસાથે જોવા મળી રહ્યો છે.

લખીમપુર હિંસા કેસ મુદ્દે સસંદમાં હોબાળો, બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત
Rahul Gandhi
| Edited By: | Updated on: Dec 16, 2021 | 4:35 PM

લખીમપુર ખીરી હિંસાની (Lakhimpur Khiri violence ) ઘટના અને સાંસદોના સસ્પેન્શનને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો યથાવત રહ્યો છે. લોકસભાના અધ્યક્ષની સમજાવટની પણ વિપક્ષી સાંસદો પર કોઈ અસર જોવા મળી નથી. દરમિયાન, વિપક્ષના 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીને (Ajay Mishra Teni) પદ પરથી હટાવવાની તેમની માંગ પર સતત અડગ છે. SIT દ્વારા જાહેર કરાયેલા મત બાદ, વિપક્ષ લખીમપુર ખીરી કેસને ખેડૂતોની આયોજનબદ્ધ હત્યા ગણાવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે લખીમપુર ખીરી હત્યા અંગે અમને બોલવાની છૂટ આપવી જોઈએ. સરકારના મંત્રી આમાં સામેલ હતા અને જે એક ષડયંત્ર હોવાનું કહેવાય છે. મંત્રીએ રાજીનામું આપી દેવુ જોઈએ અને તેમના પૂત્રને સજા થવી જોઈએ.

કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે સરકાર લખીમપુર ખીરી કેસમાં કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર નથી. આ મામલે રચાયેલી SITએ પોતાના વિશેષ અહેવાલમાં સ્પષ્ટ કહ્યું છે કે ષડયંત્ર રચવામાં આવ્યું છે. સંસદ આવા મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારે આ મુદ્દે આગળ આવીને ચર્ચા કરવી જોઈએ.

ગુરુવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગને લઈને ફરી હંગામો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે લખીમપુર ખીરીમાં ખેડૂતોના મૃત્યુ અંગે ચર્ચા કરવા માટે આજે 16 ડિસેમ્બરના રોજ સવારે 11, 12 અને બપોરે 2 વાગ્યે નિયમ 267 હેઠળ કામ સ્થગિત કરવાની માંગ કરી હતી..

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ લખીમપુર ખીરીમાં થયેલ હિંસાની ઘટના અંગે રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી અને માંગ કરી હતી કે સરકારે તાત્કાલિક કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય ટેનીનું રાજીનામું લેવું જોઈએ.

બપોરે બે વાગ્યા પછી જ્યારે બંને ગૃહોની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષે લખીમપુરી ખીરી કેસમાં મંત્રી અજય મિશ્રી ટેનીના રાજીનામાની માંગ સાથે ફરી હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

રોહિત શર્મા સાથે અનોખું કનેક્શન ! ટીમ ઈન્ડિયા જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે તેને નુકસાન થાય છે

આ પણ વાંચોઃ

દેશ છોડ્યા બાદ ઝળકી પ્રતિભા, ઓસ્ટ્રેલિયાની ટીમમાથી રમનાર મૂળ ભારતીય ખેલાડીના પિતા ટેક્સી ચલાવી પરિવારનુ કરે છે ગુજરાન