પ્રિયંકા ગાંધી વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે? રાહુલ ગાંધી અદાણી કેસ મામલે ધ્યાન કેન્દ્રિત કરશે?

|

Mar 26, 2023 | 9:06 PM

રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ રદ થવાની સાથે વાયનાડની સીટ ખાલી પડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ શુક્રવાર, 24 માર્ચની સાંજે યોજાયેલી બેઠકમાં સમગ્ર પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી લીધી છે.

પ્રિયંકા ગાંધી વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે? રાહુલ ગાંધી અદાણી કેસ મામલે ધ્યાન કેન્દ્રિત કરશે?

Follow us on

શુક્રવારે 24 માર્ચે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના સમાચાર સામે આવ્યા બાદ તરત જ કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ રાહુલ નહીં તો પ્રિયંકા જ હશે. પ્રિયંકાએ શુક્રવારે કરેલા ટ્વીટ દ્વારા આની શરૂઆત કરી છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રાહુલ ગાંધી નહીં, તો હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે

રાહુલનો કેસ કાયદાકીય હોવાથી હાલમાં, પાર્ટી નેતૃત્વએ નક્કી કર્યું છે કે કાનૂની લડત કોંગ્રેસની કાનૂની ટીમ દ્વારા જોવામાં આવશે. આ દરમિયાન રાહુલ પીછેહઠ કરશે નહીં અને જનતા વચ્ચેની ખરી લડાઈ તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. 24 માર્ચની બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ મોટા નેતાઓ આના પર એકમત હતા. રાહુલ ગાંધી પોતે આ બેઠકથી દૂર રહ્યા હતા.

રાહુલ ગાંધી અદાણીના મુદ્દા પર ફોક્સ જાળવી રાખશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી સભ્યપદના મુદ્દે પાર્ટીની ગતિવિધિઓથી પોતાને દૂર રાખવા માંગે છે. તેઓ અદાણીના મુદ્દા પર ફોકસ જાળવી રાખવા માંગે છે. 25 માર્ચે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં પણ તે સ્પષ્ટ થઈ ગયું હતું. પાર્ટીના નેતૃત્વને પણ આ મુદ્દે આક્રમક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સંસદની સદસ્યતા સમાપ્ત થયાના 23 કલાક બાદ શનિવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે શું તે મને અયોગ્ય ઠેરવશે, મને મારશે કે જેલમાં નાખશે. મને વાંધો નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, ‘આ લોકો રાહુલ ગાંધીને સત્ય બોલતા રોકવા માંગે છે. રાહુલ જી લડશે અને આખી પાર્ટી તેમની સાથે છે. રાહુલજીએ જે કહ્યું છે તે અમે 100 વખત પુનરાવર્તિત કરીશું.કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીથી લઈને નાના જિલ્લાઓ અને નગરોમાં આ લડાઈને ગ્રાઉન્ડ સ્વરૂપ આપવાની યોજના બનાવવામાં આવી છે.

25 માર્ચથી જ આ યોજના હેઠળ કોંગ્રેસ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન શરૂ કરશે. આ પછી કોંગ્રેસના રાજ્ય એકમોને સક્રિય કરવામાં આવશે અને રાજધાનીઓમાં દેખાવો કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા નાના શહેરોમાં લઈ જવામાં આવશે. પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડી શકે છે, જે તેમને કરેલા ટ્વિટ પરથી અંદેશો આવી જાય છે.

આ પણ વાચો: કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

Next Article