કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) જ્યારે લખીમપુર ખેરી જતા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ઘરપકડ બાદ જ્યાં તેમને રાખવામાં આવ્યા છે.તે રૂમની સફાઈ કરતા પ્રિયંકા ગાંધી જોવા મળ્યા છે.
રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
તમને જણાવી દઈએ કે, ઘરપકડ બાદ કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા ટ્વિટ કર્યુ કે, પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં – તેઓ તમારી હિંમતથી ડરી ગયા છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં, અમે દેશના અન્નદાતાને જીતાડીશું. ”ઉલ્લેખનીય છે કે,પ્રિયંકા ગાંધી રવિવારે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળવા માટે લખીમપુર ખેરી જઈ રહી હતી ,પરંતુ રસ્તામાં જ પોલીસે તેની અટકાયત કરી હતી.
કસ્ટડીમાં રાખેલા રૂમની પ્રિયંકા ગાંધીએ કરી સફાઈ
ત્યારે તાજેતરમાં તેનો એક વીડિયો (Video)સામે આવ્યો છે,જેમાં તે રૂમની સફાઈ કરતી જોવા મળી રહી છે.તેના ટીમના સભ્યએ આ અંગે જણાવ્યુ હતુ કે,”જે રૂમમાં તેને રાખવામાં આવી છે તે ખુબ ગંદો હતો, તેથી તેણે જાતે રૂમ સાફ કર્યો હતો.”
જુઓ વીડિયો
#PriyankaGandhi sweeps floor at UP guest house after being detained on way to #LakhimpurKheri@priyankagandhi #FarmersProtest #Lakhimpur_Kheri #TV9News pic.twitter.com/EbbNST3OU3
— tv9gujarati (@tv9gujarati) October 4, 2021
કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો
તેની અટકાયતનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ (Protest) દર્શાવ્યો હતો.ઉપરાંત કોંગ્રેસે પોલીસ પર પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડા સામે શારીરિક બળનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,જ્યારે પોલીસ કર્મચારીઓએ સીતાપુર ખાતે તેના કાફલાને ઘેરી લીધો હતો,ત્યારે પ્રિયંકા ગાંધીએ વોરંટ બતાવવાની માંગ કરી હતી.ઉશ્કેરાયેલા કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે,” તમે સરકારનો (Government) બચાવ કરી રહ્યા છો. તમે મને કાનૂની વોરંટ આપો, કાનૂની આધાર આપો, નહીં તો હું અહીંથી ખસીશ નહીં અને તમે મને સ્પર્શ કરી શકો નહીં.”
આ પણ વાંચો : ‘પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં’, બહેનને પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Published On - 1:25 pm, Mon, 4 October 21