વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત, હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે

|

Aug 14, 2021 | 12:25 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે,14 ઓગસ્ટને "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ" તરીકે ઉજવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi)  મહત્વની જાહેરાત કરી છે.હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નરેન્દ્ર મોદીએ ટ્વિટ (Tweet) કરીને જણાવ્યું કે,દેશના વિભાજનને ભુલી શકાય નહિ,નફરત અને હિંસાને કારણે આપણે ઘણા ભાઈ બહેનોને ગુમાવ્યાનો વારો આવ્યો હતો.વધુમાં જણાવ્યું કે,તેમના સંઘર્ષ અને બલિદાનની યાદમાં  14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે, 1947 માં કરવામાં આવેલ વિભાજનનો (Partition) એ ભારતના ઇતિહાસમાં સૌથી અંધકારમય સમય માનવામાં આવે છે. જેમાં હજારો હિન્દુઓ (Hindu) અને મુસ્લિમોનું (Muslim)વિભાજન કરવામાં આવ્યું.આ સમયગાળા સાથે ધાર્મિક રમખાણો,સામૂહિક હત્યા, બળાત્કાર, લૂંટ અને અન્ય ભયાનક યાદો પણ તાજી થાય છે.

આપને જણાવવું રહ્યું કે, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ અને ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા (Narendra Modi) આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?

Published On - 11:12 am, Sat, 14 August 21

Next Video