AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ વિજેતાઓની કરશે મુલાકાત

કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ઘણીવાર એવું જોવા મળ્યું હતું કે પીએમ મોદી મેડલ વિજેતાઓને પ્રોત્સાહિત કરતા હતા. અગાઉ, જ્યારે ભારતીય ટુકડી ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત આવી ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડલ વિજેતાઓને મળ્યા હતા.

વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ વિજેતાઓની કરશે મુલાકાત
PM Narendra Modi (File Image)Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 6:56 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ના (birmingham Commonwealth Games 2022) મેડલ વિજેતાઓને મળશે. તેઓ આજે સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર ખેલાડીઓને મળશે. તમને જણાવી દઈએ કે સૌથી વધુ મેડલ જીતવાના મામલે ભારત ચોથા ક્રમે છે. ભારતે આ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 22 ગોલ્ડ મેડલ સહિત 61 મેડલ જીત્યા. આ સિવાય ભારતે 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ઘણીવાર એવું જોવા મળ્યું હતું કે પીએમ મોદી મેડલ વિજેતાઓને પ્રોત્સાહિત કરતા હતા. અગાઉ, જ્યારે ભારતીય ટુકડી ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત આવી ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડલ વિજેતાઓને મળ્યા હતા.

કંઈક આવુ રહ્યું ભારતનું પ્રદર્શન

ભારતે આ ગેમ્સમાં કુલ 61 મેડલ જીત્યા હતા, જેમાંથી 22 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓ 16 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે ભારતે ઘણી રમતોમાં ઈતિહાસ રચ્યો હતો. એથ્લેટિક્સમાં ભારતને ઘણી સફળતા મળી હતી. તેજસ્વિન શંકર, મુરલી શ્રીશંકર જેવા ખેલાડીઓએ પ્રથમ વખત મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ રમતોમાં મહિલા ક્રિકેટને પ્રથમ વખત તક મળી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઈનલમાં તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

ગઈકાલે રાજનાથ સિંહે ખેલાડીઓની કરી હતી મુલાકાત

બીજી તરફ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય સશસ્ત્ર દળોના ખેલાડીઓને મળ્યા હતા. રક્ષા મંત્રીએ સશસ્ત્ર દળોના ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને શાનદાર ગણાવી. રાજનાથ સિંહે ટ્વિટર પર લખ્યું, બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સશસ્ત્ર દળોના ખેલાડીઓ સાથે ઉત્તમ વાર્તાલાપ કર્યો. તેઓએ તેમના શાનદાર પ્રદર્શનથી દરેકને ખુશ કર્યા અને તેમની સિદ્ધિઓથી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. આ ખેલાડીઓને ભવિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ.

એરપોર્ટ પરત પહોંચેલા ગુજરાતના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટમાં સિલ્વર મેડલ વિજેતા બે મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું પણ વડોદરામાં ભવ્ય સ્વાગત કરાયું. BCAના હોદ્દેદારો અને ક્રિકેટ રસિકોએ ઢોલ નગારા અને ડી.જેના તાલે ખેલાડીઓને આવકાર્યા હતા. સાથે જ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડ શો પણ યોજ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય મહિલા ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ (Silver medal) જીત્યો છે. રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા બંનેનું સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે.

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">