PM Modi Visit: PM મોદીએ 3 દેશોના પ્રવાસે જતા પહેલા જાહેર કર્યું નિવેદન, જાણો શું કહ્યું

|

May 19, 2023 | 11:32 AM

પ્રવાસ માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ G-7 બેઠકમાં ભાગ લેવા અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળવા આતુર છે. આ સાથે તેણે પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવાની યોજના વિશે પણ માહિતી આપી હતી.

PM Modi Visit: PM મોદીએ 3 દેશોના પ્રવાસે જતા પહેલા જાહેર કર્યું નિવેદન, જાણો શું કહ્યું
Prime Minister Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વનો છ દિવસનો વિદેશ પ્રવાસ આજથી એટલે કે 19મી મેથી શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદી પહેલા જાપાન જશે, જ્યાં તેઓ જી-7 બેઠકમાં ભાગ લેશે. આ બેઠક જાપાનની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ પછી વડાપ્રધાન પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા જશે. પ્રવાસ માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ G-7 બેઠકમાં ભાગ લેવા અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળવા આતુર છે.

આ પણ વાંચો: New Parliament Inauguration: PM મોદી 28 મેના રોજ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, શું છે સાવરકરનો સંયોગ?

કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
Saunf milk benefits : જો તમે વરિયાળી વાળું દૂધ પીશો તો શરીરમાં શું થશે ફેરફાર
માત્ર વધારે ખાવાથી જ નહીં પણ આ બીમારીને કારણે વધે છે વજન, જાણો કારણ
અંબાણીના અચ્છે દિન, મળ્યો 930 મેગાવોટ પાવર સપ્લાયનો ઓર્ડર
આજનું રાશિફળ તારીખ : 12-12-2024
આ IPOમાં દિગ્ગજોએ કર્યું રોકાણ, 13 ડિસેમ્બર છે છેલ્લી તારીખ

આ સાથે તેણે પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવાની યોજના વિશે પણ માહિતી આપી હતી. વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાપાનના વડાપ્રધાન ફુમિડો કિશિદાના આમંત્રણ પર તેઓ જાપાનની અધ્યક્ષતામાં યોજાનારી જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે હિરોશિમા જવા રવાના થશે. ભારત-જાપાન સમિટ પછી જાપાનના વડા પ્રધાન કિશિદાને મળવાનો આનંદ થશે.

દ્વિપક્ષીય બેઠક પણ યોજશે

G-20માં ભારતના પ્રમુખપદનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને G-7 બેઠકમાં તેમની હાજરીને મહત્વપૂર્ણ ગણાવી હતી. હું G-7 દેશો અને અન્ય આમંત્રિત ભાગીદારો સાથે વિશ્વ સામેના પડકારો અને તેને સામૂહિક રીતે સંબોધિત કરવાની જરૂરિયાત અંગે વિચારોની આપલે કરવા આતુર છું, એમ તેમણે ઉમેર્યું. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન હિરોશિમા G-7 સમિટમાં ભાગ લેનારા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન

વડાપ્રધાને કહ્યું કે જાપાનથી તેઓ પાપુઆ ન્યુ ગિની જશે. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત હશે. 22 મેના રોજ, વડાપ્રધાન મોદી પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે સાથે સંયુક્ત રીતે ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ કોઓપરેશનના ત્રીજા સમિટનું આયોજન કરશે.

બધા 14 પેસિફિક ટાપુ દેશો (PICs)એ આ મહત્વપૂર્ણ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ ફોરમ 2014માં વડાપ્રધાનની ફિજીની મુલાકાત દરમિયાન શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને જણાવ્યું છે કે તેઓ પાપુઆ ન્યૂ ગિનીના ગવર્નર જનરલ અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

ઓસ્ટ્રેલિયા પણ જશે

નિવેદનમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બનજીના આમંત્રણ પર સિડની જશે. અહીં બંને દેશોના ટોચના નેતાઓ દ્વિપક્ષીય બેઠક યોજશે, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આ સાથે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના સીઈઓ અને બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે અને સિડનીમાં એક ખાસ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને મળશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article