દેશના ઈતિહાસમાં પ્રથમવાર બન્યો આવો કિસ્સો, દેશના રાષ્ટ્રપતિએ સરદાર પટેલના પરિવારને કર્યો આ રીતે સન્માનિત

|

Feb 20, 2019 | 6:42 AM

સ્ટેચ્યૂ ઑફ યુનિટી થકી દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે તેમને એક સન્માન પણ આપવામાં આવ્યુ. જોકે આ સન્માન બાદ હવે વારો હતો સરદાર પટેલના પરિવારને સન્માનિત કરવાનો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સરદારના વંશજોને રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનગતિ માણવાનું આમંત્રણ પાઠવ્યું હતું. […]

દેશના ઈતિહાસમાં પ્રથમવાર બન્યો આવો કિસ્સો, દેશના રાષ્ટ્રપતિએ સરદાર પટેલના પરિવારને કર્યો આ રીતે સન્માનિત

Follow us on

સ્ટેચ્યૂ ઑફ યુનિટી થકી દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાથે તેમને એક સન્માન પણ આપવામાં આવ્યુ. જોકે આ સન્માન બાદ હવે વારો હતો સરદાર પટેલના પરિવારને સન્માનિત કરવાનો.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સરદારના વંશજોને રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનગતિ માણવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તે આમંત્રણને માન આપીને 19મી ફેબ્રુઆરીએ એટલે કે મંગળવારે સરદાર પટેલના વંશજોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી અને આશરે 6 કલાક કરતા વધુનો સમય રાષ્ટ્રપતિ સાથે પસાર કર્યો.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

સરદાર પટેલના વંશજોને રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં સરદારના વંશજોએ રાષ્ટ્રપતિ સાથે ભોજન પણ લીધું. રાષ્ટ્રપતિ સાથે ભોજન લેતા સમયે સરદાર પટેલના વંશજો પૈકી 8 સભ્યો હતા અને રાષ્ટ્રપતિનો પરિવાર હતો.

જોકે રાષ્ટ્રપતિનો પરિવારનો સરદાર પટેલના વંશજો સાથેનો વ્યવહાર પરિવારજનો જેવો જ હતો. અને આ અનુભવથી સરદારના વંશજ અતુલ પટેલના પત્ની માનસી પટેલે અવિસ્મરણીય ગણાવ્યો. તેમનું માનવું છે કે સરદાર પટેલને સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા જે સન્માન મળ્યું તેટલો ભવ્ય તેમનો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો અનુભવ રહ્યો.

[yop_poll id=1616]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article