
આજે રાષ્ટ્રપતિ (President Election) પદ માટેની ચૂંટણી છે. જેના માટે મતદાન પ્રક્રિયા (President Election) સવારે 10 કલાકથી શરુ થઇ ગઇ છે. મતગણતરી બાદ 21 જુલાઈએ દેશના નવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે અગ્રણી ઉમેદવારો (Draupadi Murmu vs Yashwant Sinha) વચ્ચે જંગ છે. ભાજપે એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે ટીએમસીના નેતા (ભાજપના પૂર્વ નેતા) યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી, બંને ઉમેદવારોએ રાજકીય પક્ષો પાસેથી સમર્થન માંગ્યું હતું, દેશના ઘણા સ્થળોએ સંપર્ક અભિયાન ચલાવ્યું હતું અને સાંસદો અને ધારાસભ્યોને તેમની તરફેણમાં મત આપવા અપીલ કરી હતી.
ભારતમાં, રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેમાં સાંસદો અને ધારાસભ્યો મતદાન કરે છે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની દેખરેખ હેઠળ થાય છે. હવે પ્રશ્ન એ છે કે ઈલેક્ટોરલ કોલેજ શું છે? તેમાં ઉપલા અને નીચલા ગૃહોના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.
આંકડાઓની વાત કરીએ તો આ ચૂંટણીમાં 4 હજાર 896 મતદારો હશે. જેમાં તમામ રાજ્યોના 543 લોકસભા અને 233 રાજ્યસભા સાંસદો, 4 હજાર 120 ધારાસભ્યો સામેલ છે.
સાંસદો અને ધારાસભ્યો દ્વારા પડેલા મતોની કિંમત એક કરતા વધુ છે. એક તરફ લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતનું મૂલ્ય 708 છે. ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યોમાં વસ્તી ગણતરી જેવી બાબતો પર નિર્ભર કરે છે. ધારાસભ્યના મતની ગણતરી કરવા માટે, રાજ્યની વસ્તીને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. આ પરિણામને આગળ 1000 હજાર વડે વિભાજિત કરવામાં આવે છે. જો આપણે રાજ્યો મુજબ જોઈએ તો, ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધુ 208 છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ આંકડો 8 છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈવીએમ નહીં પણ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે. દરેક બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહેલા બધા ઉમેદવારોના નામ હોય છે. ઈલેકટર્સ (ચૂંટાયેલા સાંસદ-ધારાસભ્ય) સૌથી પસંદગીના ઉમેદવારના નામની આગળ 1, બીજા પસંદગીના ઉમેદવારના નામની આગળ 2 આ રીતે પસંદગી અનુસાર 3,4,5 લખીને ઉમેદવારની માર્કીંગ કરે છે, આથી તેને પ્રેફરેન્સેબલ વોટીંગ કહે છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સાંસદોને લીલા રંગનું અને ધારાસભ્યોને ગુલાબી રંગનું બેલેટ પેપર આપવામાં આવે છે. આવું એટલા કરવામાં આવે છે કેમકે મતગણતરી વખતે ચૂંટણી અધિકારીઓને મતની ગણતરી કરવામાં સરળતા રહે. બધા સાંસદ અને ધારાસભ્ય દરેક પોલીંગ સ્ટેશન પર એક જ રંગની શાહી અને એક જ પેનનો ઉપયોગ કરે છે. અલગ રંગની શાહી પેનના ઉપયોગ પર વોટ અમાન્ય ગણવામાં માનવામાં આવે છે.અલગ પેનના ઉપયોગથી એ ખબર પડી જવાનો ખતરો છે કે કેમ ધારાસભ્ય કે સાંસદને કોણે વોટ આપ્યો છે.