અત્યાર સુધીમાં દેશની તમામ 15+ વસ્તીમાંથી લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક કોરોના રસીનો ડોઝ મેળવ્યો છે. જ્યારે 15+ વય જૂથમાંથી લગભગ 83% લોકોએ બંને ડોઝ લીધા છે.
Corona Vaccination (File Image)
Follow us on
કોરોના મહામારીની ચોથી લહેરના ભય વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) શુક્રવારે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો 10 એપ્રિલ એટલે કે આજથી ખાનગી રસી કેન્દ્રો પર કોરોના રસીનો (Corona Vaccine) બૂસ્ટર ડોઝ મેળવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ત્રીજા ડોઝની મંજૂરી આપવાનું સરકારનું મોટું પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં કોરોનાના XE વેરિઅન્ટના (Corona Variant) ઓછામાં ઓછા બે કેસ નોંધાયા છે, એક કેસ ગુજરાતમાં અને બીજો કેસ મુંબઈમાં જોવા મળ્યો હતો.
અત્યાર સુધીમાં દેશની તમામ 15+ વસ્તીમાંથી લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક કોરોના રસીનો ડોઝ મેળવ્યો છે. જ્યારે 15+ વય જૂથમાંથી લગભગ 83% લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. 12થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લીધો છે.
ભારતના કોવિડ રસીકરણ અભિયાનના મહત્વના મુદ્દા
ભારતે ગયા વર્ષે જાન્યુઆરીમાં વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ કર્યુ હતુ અને તમામ પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝની મંજૂરી આપી હતી. જે અત્યાર સુધી ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી ઉપરના લોકો માટે ઉપલબ્ધ હતું.
સરકારે કહ્યું છે કે 18-60 વર્ષની વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે અને બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે નવ મહિનાનું અંતર હોવું જોઈએ. જો કે ત્રીજો શોટ 60થી વધુ વયના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સને મફતમાં આપવામાં આવે છે.
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
ખાનગી રસીકરણ કેન્દ્રો પર 10 એપ્રિલ, 2022થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ થશે. બીજા ડોઝના નવ મહિના પછીના 18 વર્ષથી વધુ વયના તમામ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.
લગભગ 86 ટકા ભારતીય પુખ્ત વયના લોકોએ કોવિડ રસીના બે ડોઝ લીધા છે. Covishield અને Covaxinએ બે મુખ્ય રસીઓ છે, જે દેશમાં આપવામાં આવી રહી છે.
અધિકૃત આંકડાઓ અનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે રાજ્યો પાસે પૂરતી રસી ઉપલબ્ધ છે.
ખાનગી રસીકરણ કેન્દ્રો કોવિડ-19 રસીના ત્રીજા શૉટની કિંમત ઉપરાંત ફી તરીકે વધુમાં વધુ 150 રૂપિયા વસૂલ કરી શકે છે.
અદાર પૂનાવાલાએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી SIIએ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 600થી વધારીને રૂ. 225 કરી દીધી છે.
એક ટ્વીટમાં ભારત બાયોટેકની સુચિત્રા ઈલાએ પણ કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી “અમે તમામ પુખ્ત વયના લોકો માટે પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ કરાવવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
ગયા મહિને સરકારે 12થી 14 વયના લોકો માટે રસીકરણની શરૂઆત કરી. સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં શનિવારે કહેવામાં આવ્યું છે કે ‘અત્યાર સુધીમાં 12-14 વર્ષની વય જૂથને રસીના 2.21 કરોડ (2,21,44,238)થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
દુનિયાભરમાં ચીન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને યુનાઈટેડ કિંગડમ સહિતના ઘણા દેશોમાં ઓમિક્રોનના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.