Kanjhawala Death Case: ગંભીર ઈજાના કારણે થયું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપની નથી થઈ પુષ્ટી

Delhi Murder Case: સુલ્તાનપુરીની રહેવાસી યુવતી એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં પાર્ટ-ટાઈમ કામ કરતી હતી અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તે કામ પર ગઈ હતી અને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

Kanjhawala Death Case: ગંભીર ઈજાના કારણે થયું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપની નથી થઈ પુષ્ટી
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jan 03, 2023 | 6:28 PM

દિલ્હીના સુલ્તાનપુરી સ્થિત કંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષની યુવતી અંજલીનું ન્યુ યરની રાત્રે બલેનો કાર સાથે ઘસડાવાના કારણે થયેલા મોત મામલે એક બાદ એક નવા તથ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપની પુષ્ટી થઈ નથી, જ્યારે તે ક્લિયર થઈ ગયું છે કે યુવતીનું મોત ઘસડાવાના કારણે થયું છે. લો એન્ડ ઓર્ડર સ્પેશિયલ સીપી આઈપીએસ સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે પીએમ રિપોર્ટમાં મોત પહેલા યુવતીના માથા, કરોડરજ્જુ અને બીજા અન્ય અંગોને ઈજા થવાની પુષ્ટી થઈ છે.

સાથે જ બ્લીડિંગ અને આઘાત પણ મુખ્ય કારણો છે. તમામ ઈજા દુર્ઘટના અને ઘસડાવાના કારણે બની હોય શકે છે. સાથે જ રિપોર્ટ જણાવે છે કે જાતીય હુમલો થયો નથી. પોલીસ મુજબ રિપોર્ટ ઝડપી જ આવશે. કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં કેસના તમામ 5 આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તમામ આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. બે આરોપીએ કબૂલ કર્યુ છે કે તેમને દારૂ પીધો હતો. ત્યારે કેસમાં એક સાક્ષી સામે આવી છે અને પોલીસનું કહેવું છે કે તેના નિવેદનથી આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા મળી શકે છે. પોલીસે મંગળવારે જણાવ્યું કે મહિલાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે.

ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી અંજલી

સુલ્તાનપુરીની રહેવાસી યુવતી એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં પાર્ટ-ટાઈમ કામ કરતી હતી અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તે કામ પર ગઈ હતી અને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. કારમાં કથિત રીતે મુસાફરી કરી રહેલા પાંચ લોકો સામે સોમવારે હત્યા નહીં પણ દોષિત માનવહત્યા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ પર ઢીલી તપાસનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

5 આરોપીઓને સોમવારે 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. દિલ્હી પોલીસે સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી છે અને તેમની પાસે ઘટના સંબંધિત ઝડપી એક રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.