સંસદમાં આજે પણ અદાણીનો મુદ્દો ગરમ રહેશે, વિપક્ષ JPC તપાસ પર અડગ

|

Feb 06, 2023 | 10:38 AM

Budget Session : સોમવારે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા વિપક્ષી દળોની બેઠક પણ થઈ છે. આ બેઠકમાં સંસદમાં ઉઠાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ અદાણી ગ્રૂપ કેસની JPCની માંગ પર અડગ છે.

Budget Session of Parliament : એક સપ્તાહ પહેલા શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં કોઈ મુદ્દા પર ચર્ચા થઈ નથી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહમાં ચર્ચા થવાની હતી. પરંતુ વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી હતી. આજે એટલે કે સોમવારે ફરી એકવાર સંસદની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામની નજર સંસદની કાર્યવાહી પર ટકેલી છે.

બજેટ રજૂ થયું ત્યારથી જ વિપક્ષ અદાણી કેસની JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માગણી પર અડગ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારનુ મૌન અદાણી કેસમાં મિલીભગત હોવાની શંકા પ્રેરે છે. યુએસ સ્થિત ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રૂપ પર છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરી સહિતના અનેક ગંભીર આરોપો મૂક્યા બાદ, અદાણી જૂથના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વિપક્ષની જેપીસી રચવા માંગ

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, દેશને ડૂબાવવા માટે જે મામલો સામે આવ્યો છે તેના પર તમામ વિરોધ પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે, પરંતુ મને લાગે છે કે જ્યાં સુધી સરકાર જવાબ નહીં આપે ત્યાં સુધી આ મામલે જેપીસીની માંગ રહેશે. અમારી આ માંગણી ચાલુ રહેશે.

Published On - 10:28 am, Mon, 6 February 23

Next Article