PM Modi security breach : પંજાબ સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે પંજાબની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીની(Pm Narendra Modi) સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી, જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ સમગ્ર માર્ગને ઘેરી લીધો હતો. આ ઘટનાને કારણે વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ પછી વડાપ્રધાન રેલી (PM Modi Rally) સહિતના કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી દિલ્હી તેઓ પરત ફર્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યા બાદ હાલ ચન્ની સરકાર સાબદી થઈ છે.સુરક્ષામાં થયેલી ચૂકને લઈને હાલ પંજાબ સરકાર પર અનેક સવાલો ઉઠાવવમાં આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.જો કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ( CM Charanjit Singh Channi) સુરક્ષામાં કોઈ ખામી હોવાનો કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ હોવાની વાતને વખોડી કાઢી હતી.
તમને જણાવી દઈએ કે, બુધવારે પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને કારણે તેઓએ ફિરોઝપુરમાં તેમની રેલી રદ કરવી પડી હતી. પીએમની સુરક્ષામાં ખામી બાદ તમામ પક્ષો અને નેતાઓ તરફથી પંજાબ સરકાર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની સુરક્ષામાં ખામીને લઈને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ ઘટના માટે ભાજપના તમામ નેતાઓ પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે (Amrinder Singh) પીએમ મોદીની સુરક્ષામાં ખામીના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. તમને જણાવવુ રહ્યુ કે,આ રેલીમાં ભાગ લેવા માટે કેપ્ટન અમરિંદર સિંહ પણ પંજાબના ફિરોઝપુર પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલયે બુધવારે જ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પીએમ મોદી બુધવારે ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં શહીદ સ્મારક પર જવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે, PMએ રોડ માર્ગે સ્મારક પહોંચવાનો નિર્ણય કર્યો. પરંતુ બાદમાં કેટલાક પ્રદર્શન કારીઓ દ્વારા તેના માર્ગમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી