G20 : ઇન્ડોનેશિયાથી પરત ફર્યા PM મોદી, G 20 સમિટની તૈયારીઓ અંગે કરશે સમીક્ષા

|

Sep 07, 2023 | 8:19 PM

રાષ્ટ્રપતિ જો બાઇડન ઉપરાંત, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત જી-20 સંગઠનના ટોચના નેતાઓ શુક્રવારથી જ નવી દિલ્હી પહોંચવાનું શરૂ કરશે. આ સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આવતીકાલે શુક્રવારે નવી દિલ્હી પહોંચશે.

G20 : ઇન્ડોનેશિયાથી પરત ફર્યા PM મોદી, G 20 સમિટની તૈયારીઓ અંગે કરશે સમીક્ષા

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ASEAN-ભારત શિખર સંમેલન માંથી સ્વદેશ પરત ફર્યા છે અને નવી દિલ્હી પહોંચતાની સાથે જ તેઓ રાજધાનીમાં યોજાનારી G-20 સમિટની તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓને મળશે, જ્યાં તેમને G-20 સમિટની તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવશે. આ સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આવતીકાલે શુક્રવારે નવી દિલ્હી પહોંચશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ઉપરાંત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત જી-20 સંગઠનના ટોચના નેતાઓ શુક્રવારથી જ નવી દિલ્હી આવવાનું શરૂ કરશે. આ સંમેલન પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ભારત મંડપમ ખાતે યોજાશે.

30 થી વધુ રાજ્યના વડાઓ આપશે હાજરી

નવી દિલ્હીમાં યોજાનારી બે દિવસીય સમિટ દેશ માટે ઐતિહાસિક છે કારણ કે તે પ્રથમ વખત છે જ્યારે ભારત આ વૈશ્વિક જૂથની યજમાની કરી રહ્યું છે. સમિટની મેગા ઈવેન્ટ માટે વિવિધ પ્રકારની વ્યાપક તૈયારીઓ પણ કરવામાં આવી છે, જેમાં રધનીમાં સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

30 થી વધુ રાજ્યના વડાઓ, યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિત મહેમાન દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા નથી. જો કે, ખાસ વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં જી-20 સમિટની અધ્યક્ષતા વિકાસશીલ દેશો ઈન્ડોનેશિયા અને ભારત દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડાપ્રધાનની પાઠશાળા બાદ ભાજપની ટોચની નેતાગીરી ઉતરી મેદાનમાં, સોનિયા-રાહુલથી લઈ વિપક્ષને લીધો નિશાના પર

ASEAN-ભારત પરિષદમાં 12 મુદ્દાનો પ્રસ્તાવ

આ પહેલા પીએમ મોદી જી-20 સમિટ પહેલા આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા ગયા હતા, જ્યાં તેમણે વેપાર, કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારત અને આસિયાન વચ્ચે સહયોગને મજબૂત કરવાની વાત કરી હતી. 12-પોઈન્ટનો પ્રસ્તાવ ગુરુવારની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમણે કોરોના મહામારી બાદ નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થા બનાવવાનું પણ આહ્વાન કર્યું હતું. પીએમ મોદી આ સમિટમાં ભાગ લેવા માટે વહેલી સવારે ઈન્ડોનેશિયાની રાજધાની પહોંચ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:18 pm, Thu, 7 September 23

Next Article