PM નરેન્દ્ર મોદી રવિવારે LiFE મૂવમેન્ટ લોન્ચ કરશે, બિલ ગેટ્સ અને વર્લ્ડ બેંકના પ્રમુખ કાર્યક્રમમાં ભાગ લેશે

|

Jun 04, 2022 | 5:38 PM

વડાપ્રધાન કાર્યાલયે (PMO) જણાવ્યું હતું કે રવિવારે સાંજે 6 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક પહેલ શરૂ કરવામાં આવશે. અન્ય લોકો પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે.

PM નરેન્દ્ર મોદી રવિવારે LiFE મૂવમેન્ટ લોન્ચ કરશે, બિલ ગેટ્સ અને વર્લ્ડ બેંકના પ્રમુખ કાર્યક્રમમાં ભાગ લેશે
PM Narendra Modi
Image Credit source: PTI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 5 જૂને ‘લાઇફ સ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LiFE) મૂવમેન્ટ’ નામની વૈશ્વિક પહેલની શરૂઆત કરશે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મૂવમેન્ટની શરૂઆત કરશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) આ માહિતી આપી છે. પીએમઓએ કહ્યું કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મુખ્ય ભાષણ પણ આપશે. અબજોપતિ અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates), વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ મલપાસ અને અન્ય લોકો લોન્ચમાં ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે રવિવારે સાંજે 6 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક પહેલ શરૂ કરવામાં આવશે. અન્ય લોકો પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે.

આ પ્રોગ્રામ ‘Life ગ્લોબલ કોલ ફોર પેપર્સ’ ની શરૂઆત કરશે. તેનો હેતુ વિશ્વભરની વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી અપનાવવા માટે પ્રભાવિત કરવાનો અને સમજાવવાનો છે. આ માટે શિક્ષણવિદો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વગેરે પાસેથી વિચારો અને સૂચનો લેવામાં આવશે. બિલ ગેટ્સ ઉપરાંત ક્લાઈમેટ ઈકોનોમિસ્ટ લોર્ડ નિકોલસ સ્ટર્ન, નજ થિયરીના લેખક પ્રો. કાસ સનસ્ટીન, અનિરુદ્ધ દાસગુપ્તા-વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અને પ્રમુખ, UNEP ગ્લોબલ હેડ ઈંગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ અચિમ સ્ટેઈનર અને અન્યો હાજરી આપશે.

PM મોદીએ આપ્યો LiFEનો આઈડિયા

ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) દરમિયાન પીએમ મોદીએ LiFEનો આઈડિયા રજૂ કર્યો હતો. આ વિચાર પર્યાવરણને લગતી સભાન જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘સાવધાનીપૂર્વક અને કાર્યક્ષમ ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બિલ ગેટ્સ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા

તાજેતરમાં જ બિલ ગેટ્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં (WEF) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે ભારતના કોવિડ-19 રસીકરણ અભિયાનની સફળતા અને આરોગ્યના પરિણામોમાં ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી. બિલ ગેટ્સે ટ્વીટ કર્યું, ડૉ. મનસુખ માંડવિયાને મળીને અને વૈશ્વિક સ્વાસ્થ્ય પર દ્રષ્ટિકોણની આપ-લે કરીને ખૂબ આનંદ થયો. તેના રસીકરણ અભિયાનમાં ભારતની સફળતા અને આરોગ્યના પરિણામોને બહોળા પ્રમાણમાં વધારવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી વિશ્વને શીખવા જેવા ઘણા પાઠ છે.

Next Article