Mann Ki Baat: આજે PM મોદી કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’, ઓમિક્રોન પર કરી શકે છે વાત

|

Dec 26, 2021 | 9:52 AM

Mann Ki Baat Today Episode: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષની છેલ્લી મન કી બાત કરશે. આ દરમિયાન તે Omicron વેરિઅન્ટ પર વાત કરી શકે છે.

Mann Ki Baat: આજે PM મોદી કરશે વર્ષ 2021ની છેલ્લી મન કી બાત, ઓમિક્રોન પર કરી શકે છે વાત
PM Narendra Modi (File Photo)

Follow us on

PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે. તેમજ પીએમ મોદી (PM MODI)ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (Official YouTube channel) પર જોઈ શકાશે. દૂરદર્શન તેનું જીવંત પ્રસારણ પણ કરશે. મન કી બાત એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ (radio program)છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.

અગાઉ પીએમ મોદીએ મન કી બાત (Mann Ki Baat)ની આ આવૃત્તિ માટે લોકોને તેમના મંતવ્યો શેર કરવા કહ્યું હતું. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. દરેક આવૃત્તિમાં, વડાપ્રધાન દેશવાસીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરે છે, જેમાં તે મુદ્દાઓ સામેલ છે જે તે વિશેષ સંબોધન પહેલાં અથવા પછીના હોય.

પીએમ ઓમિક્રોન પર વાત કરી શકે છે

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

મહામારીના સમયમાં વડાપ્રધાન લગભગ દર મહિને દેશવાસીઓ સાથે કોરોના વાયરસ (Corona virus) પર વાત કરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રવિવારનું સંબોધન કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) અને સંબંધિત મુદ્દાઓ પર આધારિત હોઈ શકે છે.

એક દિવસ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને પણ રસી આપવામાં આવશે (Vaccination of Children in India). આ સાથે દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે.

વૃદ્ધોને બૂસ્ટર ડોઝ મળશે

વડાપ્રધાને જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો અને 60 વર્ષથી વધુ ઉંમરના co-morbidityથી પીડાતા લોકો માટે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પીએમે કહ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના co-morbidity નાગરિકો, તેમના ડૉક્ટરની સલાહ પર, તેમને રસીના ‘Precaution Dose’ ‘નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. તેની શરુઆત સોમવાર, 10 જાન્યુઆરી, 2022 થી શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં 18 લાખ આઈસોલેશન બેડ, 5 લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ, 1.40 હજાર આઈસીયુ બેડ અને 90,000 બેડ ફક્ત બાળકો માટે છે.

 

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

Published On - 9:15 am, Sun, 26 December 21

Next Article