દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે યમુના નદીનું જળસ્તર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. જેના કારણે સમગ્ર પાટનગર પાણી-પાણી થઇ ગયું હતું. જો કે હવે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થવા લાગ્યો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. પોતાના વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલજી વિનય સક્સેના સાથે પૂર અંગે ફોન પર વાત કરી હતી અને વધુ માહિતી મેળવી હતી.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગ્રાઉન્ડ ઝીરો પર જશે અને સ્થિતિનો તાગ મેળવશે.
Immediately after arriving in Delhi, PM Narendra Modi spoke to LG VK Saxena about the status of the flood-like situation in Delhi due to the increase in the water level of Yamuna River and the progress achieved in mitigation: Source
— ANI (@ANI) July 15, 2023
હકીકતમાં, શનિવારે રાજધાનીમાં યમુના નદીનું જળસ્તર ઘટવાનું શરૂ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે 10 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 206.87 મીટરે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે પૂરની વચ્ચે શનિવારે સાંજે દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. તે જ સમયે, હવામાન વિભાગે કહ્યું કે 16 જુલાઈના રોજ વરસાદની સંભાવના છે.
PM મોદી શનિવારે વિદેશથી દિલ્હી પરત ફર્યા બાદ તરત જ એલજી વી.કે. સક્સેના અને રાજધાનીમાં પૂરને પહોંચી વળવામાં થયેલી પ્રગતિ વિશે પૂછપરછ કરી હતી. જણાવી દઈએ કે પીએમ મોદી ફ્રાન્સ અને યુએઈની ત્રણ દિવસીય મુલાકાતેથી પરત ફર્યા છે.
બીજી તરફ એલજી દિલ્હી વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું કે પીએમ મોદીએ ઘરે પહોંચતાની સાથે જ ફોન કર્યો અને દિલ્હીમાં પૂરની સ્થિતિની વિગતવાર માહિતી લીધી અને થઈ રહેલા પ્રયાસોની સંપૂર્ણ માહિતી લીધી. તેમણે કેન્દ્ર અને રાજ્યના સહયોગથી લોકોના હિતમાં શક્ય તમામ કાર્યો કરવા નિર્દેશ આપ્યો છે.
બીજી તરફ, શનિવારે યમુના નદીના જળસ્તરમાં ઘટાડો થયો હતો, પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે. જેમાં યમુના બજાર, લાલ કિલ્લો, આઈટીઓ, બેલા રોડ અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. હાલમાં NDRFની 16 ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
શનિવારે સાંજે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. આ સાથે IMDએ રવિવારે પણ વરસાદની ચેતવણી જારી કરી છે. દેશભરના હવામાનની વાત કરીએ તો હિમાચલ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન સહિત લગભગ 20 રાજ્યોમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે.
Published On - 11:29 pm, Sat, 15 July 23