વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી ચૂક, એક મહિલા સિક્યોરિટી કોર્ડન તોડીને કાર સામે આવી, જુઓ વીડિયો

મહિલા કારની સામે આવી કે તરત જ પીએમ મોદીની કારને ઈમરજન્સી બ્રેક લગાવીને કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી ત્યાં હાજર અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પીએમ મોદીની સુરક્ષામાં રોકાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ કમાન્ડોએ મહિલાને કસ્ટડીમાં લીધી હતી. ત્યારબાદ કાફલો આગળ વધ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી ચૂક, એક મહિલા સિક્યોરિટી કોર્ડન તોડીને કાર સામે આવી, જુઓ વીડિયો
PM Modi Security Breach
| Updated on: Nov 15, 2023 | 7:39 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચૂક સામે આવી છે. ઝારખંડના રાંચીમાં બુધવારે એક મહિલા અચાનક સિક્યોરિટી કોર્ડન તોડીને પીએમ મોદીના કાફલાની ગાડીઓ સામે આવી ગઈ હતી. જેના કારણે પીએમ મોદીની કારમાં ઈમરજન્સી બ્રેક લગાવવી પડી અને આખો કાફલો રસ્તા વચ્ચે જ થંભી ગયો હતો. આ મહિલાને પોલીસે કસ્ટડીમાં લીધી છે. ગુપ્તચર એજન્સીઓએ પણ તેની પૂછપરછ કરી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ અચાનક કાફલાનો સુરક્ષા કોર્ડન તોડી નાખ્યો

PM નરેન્દ્ર મોદી બુધવારે સવારે રાંચી પહોંચ્યા હતા. પીએમનો કાફલો આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાના સ્મારક તરફ જઈ રહ્યો હતો. અહીં પીએમ મોદી બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવાના હતા. તે દરમિયાન એક મહિલાએ અચાનક તેના કાફલાનો સુરક્ષા કોર્ડન તોડી નાખ્યો અને રાંચીના રેડિયમ રોડ પર કારની સામે આવી ગઈ હતી. આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશન અને લાલપુર પોલીસ સ્ટેશન વચ્ચે એસએસપીના આવાસની સામે બની હતી.

 

 

SPG કમાન્ડોએ મહિલાને કસ્ટડીમાં લીધી

મહિલા જ્યારે કારની સામે આવી કે તરત જ પીએમ મોદીની કારને ઈમરજન્સી બ્રેક લગાવીને કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી ત્યાં હાજર અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પીએમ મોદીની સુરક્ષામાં રોકાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG કમાન્ડોએ મહિલાને કસ્ટડીમાં લીધી હતી. ત્યારબાદ કાફલો આગળ વધ્યો હતો.

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, આજે જમા થયો પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો, ફટાફટ આ રીતે કરી લો ચેક

ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ પૂછપરછ કરી

SPG કમાન્ડોએ મહિલાને સ્થાનિક પોલીસને સોંપી અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો જે હાલ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પીએમ મોદીનો કાફલો રસ્તા પર તેજ ગતિએ પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે અચાનક લાલ કપડા પહેરેલી એક મહિલા કાફલાના વાહનની આગળ દોડીને આવી. તેના કારણે ઇમરજન્સી બ્રેક લગાવી તમામ વાહનોને રોકવા પડ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:32 pm, Wed, 15 November 23