પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે, કેન્દ્ર અને પંજાબની તપાસ પર પ્રતિબંધ

|

Jan 12, 2022 | 6:46 AM

5 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે પંજાબના ફિરોઝપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવાનું કહ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે, કેન્દ્ર અને પંજાબની તપાસ પર પ્રતિબંધ
Supreme Court will pronounce its verdict in the matter of lapse in the security of Prime Minister Modi

Follow us on

પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં ખામીઓના મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) બુધવારે એટલે કે પોતાનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીએ આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાં થયેલી ભૂલની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાં ખામીઓની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેની તપાસ પર રોક લગાવી દીધી હતી. 5 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે પંજાબના ફિરોઝપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવાનું કહ્યું હતું. કોર્ટે ગત સોમવારે આ મુદ્દે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટની સમિતિમાં ચંદીગઢના ડીજીપી, આઈજીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના એડીજીપી (સિક્યોરિટી)નો સમાવેશ કરવાની દરખાસ્ત કરી છે. આ મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમને આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનની સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો મળ્યા.

Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે ચન્ની સરકાર પીએમ મોદીની સડક યાત્રા વિશે પહેલાથી જ જાણતી હતી. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વડાપ્રધાનની સુરક્ષાને લઈને SPG એક્ટ વિશે માહિતી આપી હતી, સાથે જ સુરક્ષાને લઈને બ્લુ બુકમાં આપવામાં આવેલી માહિતી પણ શેર કરી હતી.

તેમણે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં ભૂલ થઈ છે. આ અંગે કોઈ વિવાદ થઈ શકે નહીં. સુરક્ષામાં ક્ષતિ અને બેદરકારી રહી છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. ‘બ્લુ બુક’માં સ્પષ્ટ છે કે પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફિરોઝપુર જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાને ફ્લાયઓવર પર 15-20 મિનિટ માટે અટકવું પડ્યું હતું અને રસ્તામાં વિરોધીઓએ તેમનો રસ્તો રોકી દીધો હતો. 15-20 મિનિટ રાહ જોયા બાદ પણ જ્યારે સ્થિતિ સુધરી ન હતી તો પીએમ મોદીના કાફલાને પરત ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો :  UP Election : સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ ભાજપ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત, અમિત શાહ અને જેપી નડ્ડા લઈ રહ્યા છે પ્રદેશવાર રિપોર્ટ

Published On - 6:44 am, Wed, 12 January 22

Next Article