PM નરેન્દ્ર મોદી વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય નેતા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કર્યા વખાણ

|

Mar 02, 2023 | 6:05 PM

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગુરુવારે PM નરેન્દ્ર મોદીને વિશ્વના અગ્રણી નેતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વૈશ્વિક સ્તરે તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે. તેમણે કહ્યું, પીએમ મોદી દુનિયાભરના તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે.

PM નરેન્દ્ર મોદી વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય નેતા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કર્યા વખાણ

Follow us on

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના અગ્રણી નેતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વૈશ્વિક સ્તરે તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે. તેમણે કહ્યું, પીએમ મોદી દુનિયાભરના તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે. તે સાબિત થયું છે કે તેઓ વિશ્વના અગ્રણી નેતા છે અને આ માટે તેમને અભિનંદન. મેલોની નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે તેમના ભારતીય સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા.

ભારત સાથે અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે: જ્યોર્જિયા મેલોની

જ્યોર્જિયા મેલોનીએ વધુમાં જણાવ્યું હતું કે ઈટાલીનો હેતુ ભારત સાથે સંરક્ષણ-ઊર્જા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં તેની ભાગીદારીને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યુ કે, અમે વ્યૂહાત્મક ભાગીદાર બનવાનું નક્કી કર્યું કારણ કે અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેન વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલી શકાય છે. તે ખુશીની વાત છે કે ઇટાલીએ ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

પીએમ મોદીએ ઈટાલીની સૌથી યુવા વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા

તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદ અને અલગતાવાદ સામેની લડાઈમાં ભારત અને ઈટાલી ખભે ખભા મિલાવીને ઉભા છે. PM જ્યોર્જિયા મેલોની 8મી રાયસિના ડાયલોગ 2023માં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા માટે ગુરુવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ઈટાલિયન પીએમનું ભારતની પ્રથમ મુલાકાતે સ્વાગત કર્યું અને તેમને ઈટાલીની મહિલા અને સૌથી યુવા વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

ભારત અને ઈટાલી આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે

ભારત અને ઈટાલી આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે તેના ટ્વીટમાં કહ્યું, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વાસ્તવમાં સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા, હરિત ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સહયોગની ભાવના બહુપક્ષીય છે.

Published On - 6:05 pm, Thu, 2 March 23

Next Article