75th Independence Day : PM મોદીએ લાલ કિલ્લા પરથી કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા,કહ્યુ “ડોકટર, નર્સ અને વૈજ્ઞાનિકોની મહેનત પ્રશંસનીય”

|

Aug 15, 2021 | 9:36 AM

પ્રધાનમંત્રી મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, "કોવિડ દરમિયાન ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કામદારો, વૈજ્ઞાનિકો અને કરોડો નાગરિકો જે સેવાની ભાવના સાથે કામ કરી રહ્યા હતા, આ સમય દરમિયાન કોવિડ વોરિયર્સ અન્યની સેવા માટે પોતાની દરેક ક્ષણ સમર્પિત કરી,જે ખરેખર પ્રશંસાને પાત્ર છે."

75th Independence Day : PM મોદીએ લાલ કિલ્લા પરથી કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા,કહ્યુ ડોકટર, નર્સ અને વૈજ્ઞાનિકોની મહેનત પ્રશંસનીય
Pm Narendra Modi (File Photo)

Follow us on

75th Independence Day : દેશની આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં PMએ જણાવ્યું કે,” આજે દેશ આઝાદી માટે લડનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રહ્યો છે,કારણ કે ભારતે સદીઓથી આઝાદી (Freedom) માટે સંઘર્ષ કર્યો હતો” વધુમાં કહ્યું કે, દેશ તમામ મહાપુરુષો પંડિત નહેરુ, બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલને (Sardar Patel) શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉપરાંત પીએમ મોદીએ તેના સંબોધનમાં કહ્યું કે, ‘નહેરુ જી (Javaharlal Nehru ) ભારતના પ્રથમ વડાપ્રધાન અને સરદાર પટેલ કે જેમણે દેશને એક સંયુક્ત રાષ્ટ્રમાં બદલ્યો,ઉપરાંત બાબાસાહેબ આંબેડકર કે જેમણે ભારતને ભવિષ્યનો માર્ગ બતાવ્યો, દેશ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રહ્યો છે, દેશ એ બધાનો હંમેશા ઋણી રહેશે. વધુમાં કહ્યું કે, ‘દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય આવે છે, આજે તે સમય ભારતની વિકાસયાત્રામાં આવી ગયો છે.’

 

કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ વોરિયર્સની ( covid warriors)કરી પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “કોવિડ દરમિયાન ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કામદારો, રસી તૈયાર કરનાર વૈજ્ઞાનિકો અને સેવાની ભાવના સાથે કામ કરતા કરોડો નાગરિકો,તેમણે આ સમયગાળામાં અન્યની સેવા કરી છે,તેની દરેક ક્ષણ પ્રશંસાને પાત્ર છે.”

 

 

ભારતે હંમેશા માતૃભુમિ,સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો

ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે,’અમે આઝાદીની ઉજવણી કરીએ છીએ, પરંતુ ભાગલાની પીડા હજુ પણ ભારતની છાતીને વીંધી રહી છે. વધુમાં કહ્યું કે,”હવેથી 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horror Memorial Day)તરીકે ઉજવવામાં આવશે”વધુમાં કહ્યું કે, ભારતે હંમેશા માતૃભુમિ,સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો છે.

 

આ પણ વાંચો: India Independence Day 2021 LIVE 75મો સ્વતંત્ર દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, લાલ કિલ્લા પર પહેલીવાર થઈ પુષ્પવર્ષા

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસ: ‘દેશની રક્ષા કાજે સચેત અને સજાગ રહો, ચીન સાથે મતભેદો ઉકેલવા કોશિશ જારી’, સૈનિકો સાથે સંવાદમાં બોલ્યા રાજનાથ સિંહ

Published On - 8:52 am, Sun, 15 August 21

Next Article