CAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે

|

Dec 20, 2019 | 8:42 AM

નાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. તે દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશ માટે કામ કરવામાં ખુબ જ ગુસ્સો સહન કરવો પડે છે. ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે. તે સિવાય ઘણા આરોપો પરથી પસાર થવું પડે છે. વડાપ્રધાન મોદીએ આ વાત ASSOCHAMના […]

CAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. તે દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશ માટે કામ કરવામાં ખુબ જ ગુસ્સો સહન કરવો પડે છે. ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે. તે સિવાય ઘણા આરોપો પરથી પસાર થવું પડે છે. વડાપ્રધાન મોદીએ આ વાત ASSOCHAMના કાર્યક્રમમાં અર્થવ્યવસ્થા, GST અને ઈઝ ઓફ ડુઈંગના રેન્કિંગને લઈ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે તમારી 100 વર્ષની મુસાફરીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હશે, અનેક લોકોએ તેનું નેતૃત્વ કર્યુ હશે, તમામ અભિનંદનને પાત્ર છે. 2014થી પહેલા જ્યારે અર્થવ્યવસ્થા તબાહ થઈ રહી હતી, તેને સંભાળનારા તમાશો જોઈ રહ્યા હતા, આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની શાખ કયાં હતી, તે બધા જ જાણે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2020ની સાથે નવો દાયકો બધા લોકો માટે સુખ સમૃદ્ધિ લાવે, તેના માટે શુભેચ્છા. 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક નથી આવી. છેલ્લા 5 વર્ષમાં દેશ મજબૂત થયો છે, તેથી આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવી શકે છે. 5-6 વર્ષ પહેલા અમારી અર્થવ્યવસ્થા ડિઝાસ્ટર તરફ વધી રહી હતી પણ અમારી સરકારે તેને રોકી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટીઓ હાલમાં કેન્દ્ર સરકારને ખરાબ અર્થવ્યવસ્થા માટે ઘેરી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીનું નિવેદન સામે આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા નક્કી કરેલા નિયમોથી ચાલે તેના માટે અમે વ્યવસ્થામાં પરિવર્તન કર્યુ છે. આજે 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી માટે મજબૂત આધાર બનેલો છે. જ્યાં સુધી સમગ્ર દેશ સાથે મળીને લક્ષ્યને નક્કી કરતું નથી, ત્યાં સુધી લક્ષ્ય પુરૂ થશે નહીં. જ્યારે મેં આ લક્ષ્ય રાખ્યું ત્યારે જાણતો હતો કે તેનો વિરોધ થશે અને કહેવામાં આવશે કે ભારત આ નથી કરી શકતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:39 am, Fri, 20 December 19

Next Article