Purvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી, 45 મિનિટ સુધી ચાલશે એર શો

|

Nov 16, 2021 | 8:14 AM

વડાપ્રધાન C-130 J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટમાં સુલતાનપુરની એરસ્ટ્રીપ પર ઉતરશે અને તેમની સાથે લગભગ 35 લોકો પણ હશે. સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ યુદ્ધના મેદાનમાં મોરચો સંભાળી રહેલા સૈનિકો માટે જીવનરક્ષક તરીકે કામ કરે છે.

Purvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી, 45 મિનિટ સુધી ચાલશે એર શો
Purvanchal Expressway and PM Modi ( file photo)

Follow us on

યુપીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના (Purvanchal Expressway) ઉદ્ઘાટનને મેગા શો બનાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર 16મી નવેમ્બરે પૂર્વાચલ એક્સપ્રેસ વેની 3.2 કિલોમીટર લાંબી પટ્ટી પર એક પછી એક પાંચ ફાઈટર જેટ ઉતરશે, તેની સાથે આકાશમાં ત્રિરંગા પણ જોવા મળશે. સુલતાનપુર (Sultanpur) પાસે આજે બપોરે 1.20 થી 3.45 દરમિયાન યોજાનારા સમારોહમાં ભારતીય વાયુદળની ( Indian Air Force ) તાકાત જોવા મળશે.

મંગળવારે, ભારતીય વાયુસેનાના( Indian Air Force ) પાંચ ફાઈટર ઉત્તર પ્રદેશના આકાશમાં ગર્જના કરશે અને એક રસ્તાની વ્યૂહાત્મક શક્તિનો અનુભવ કરાવશે. તેથી આ અવસર ખાસ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈવેન્ટને વધુ મોટી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( PM Narendra Modi ) ફાઈટર જેટમાંથી જાતે જ સ્થળ પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતના દુશ્મન એવા પાકિસ્તાન અને ચીનને પણ એક પ્રકારે સંદેશ આપવાનો ઈરાદો છે. ભૌગોલિક રીતે પૂર્વાચલ એવા વિસ્તારમાં આવે છે જ્યાથી ચીનની લાંબી સરહદ નજીક પડે.

PM મોદી C-130 J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સ્થળ પર પહોંચશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાન C-130 J સુપર હર્ક્યુલસ (C – 130J Super Hercules ) એરક્રાફ્ટમાં સુલતાનપુરની એરસ્ટ્રીપ પર ઉતરશે અને તેમની સાથે લગભગ 35 લોકો પણ હશે. સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ યુદ્ધના મેદાનમાં મોરચો સંભાળી રહેલા સૈનિકો માટે જીવનરક્ષક તરીકે કામ કરે છે. આ અમેરિકન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે જે સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનમાં પણ સૈનિકોને લોજિસ્ટિક્સ પહોંચાડે છે અને આ એરક્રાફ્ટ સાથે પીએમ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચશે.

341 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે પર સુલતાનપુર નજીક 3.2 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે. જેના પર મિરાજ-2000 ફાઈટર પહેલા ઉતરશે. પ્રમાણભૂત પ્રક્રિયા અનુસાર, મિરાજ ફાઇટરને TRS એટલે કે ટર્ન રાઉન્ડ સર્વિસિંગ આપવામાં આવશે અને તેને આગામી મિશન માટે મોકલવામાં આવશે.

AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને મિરાજ-2000થી એરસ્ટ્રીપ ઉપર ઉતાર્યા બાદ, ઉતારવામાં આવશે. આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં યુધ્ધ મોરચા પર સેના દ્વારા ઉપયોગમાં લેવાતું ઓલ-ટેરેન વાહન પણ હશે. પરંતુ તે નીચે અડે કે તરત જ તે પાછુ ઉપડી જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુલતાનપુરના આકાશમાં ફ્લાયપાસ્ટ દરમિયાન પાંચ ફાઈટર ગર્જના કરશે, જેમાંથી એક મિરાજ 2000 હશે અને તેની સાથે બે સુખોઈ 30 MKI અને બે જગુઆર હશે.

આ પણ વાંચોઃ

Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

આ પણ વાંચોઃ

રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો રિક્ષા ચાલકો કરશે જેલ ભરો આંદોલન! રિક્ષા યુનિયને આપી ચીમકી

Published On - 7:10 am, Tue, 16 November 21

Next Article