Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન

|

Nov 22, 2021 | 6:39 PM

PM Narendra Modi : ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે

Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન
PM Narendra Modi

Follow us on

Vibrant Gujarat Global Summit 2022 : ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે 24,185 કરોડના MoU થયા. આ MoUથી 3 હજાર 500 જેટલા લોકોને રોજગારીનો અવસર છે.

10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે. અગ્રસચિવ રાજીવ ગુપ્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ વખતેનો કાર્યક્રમ અગાઉના કાર્યક્રમથી થોડો અલગ છે અને વધારે સારો છે. 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ વિશિષ્ઠ છે.

સ્ટાર્ટ અપ અને યુનિકોર્ન ઇવેન્ટ યોજાશે જે અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય યોજાયું નથી. આ ઉપરાંત 10, 11 અને 12 જાન્યુઆરીએ આત્મનિભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર કાર્યક્રમ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6 રોડ જેટલા રોડ શૉ યોજાશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

8 અને 9 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાશે છે. 8મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન છે. તો આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે, ફ્રાન્સ, જાપાનમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશ વિદેશની કંપનીઓ ફરી ગુજરાતમાં આવવાની તૈયારી બતાવી રહી છે. આ વાતની સાબિતી આપે છે આજની CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અલગ કંપનીઓ સાથેની વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) લક્ષી બેઠક યોજી છે.

મળેલી માહિતી પ્રમાણે સોમવારે CM વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સાથે 24,185 કરોડના MOU કરવામાં આવ્યા છે. તેમજ રાજયમાં વિવિધ કંપનીનું રોકાણ આવવા જઈ રહ્યું છે. ત્યારે આ રોકાણ થાકી રાજ્યમાં રોજગારની મોટી ટકો ઉભી થશે તેવી આશા બંધાઈ રહી છે. આજે એક સાથે 20 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે PM નરેન્દ્ર મોદી મુખ્યમત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. ત્યારે આજે 10 મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. CM એ પહેલા દિવસે સરકાર તરફ ખાતરી આપી કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે.

CM એ કહ્યું કે ઘણી વખત MOU થાય અને કામ શરુ ન થાય તો ઘણી મુશ્કેલીઓ પડે છે. પરંતુ હવે સરકાર તમારી સાથે છે. જણાવી દઈએ કે આ MOU સાથે 35 હજાર જેટલી રોજગારની ટકો ઉભી થવાની માહિતી મળી છે. આજે જે MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Surat : શહેરમાં વધતી પ્રદુષણની માત્રા અટકાવવા યુવાનોએ શરૂ કર્યું “આગ બુઝાઓ” અભિયાન

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરતાં બે આરોપીને ઝડપ્યા

 

Published On - 6:33 pm, Mon, 22 November 21

Next Article