PM Modi આવતીકાલે ‘પ્રબુદ્ધ ભારત’ જર્નલની 125મી વર્ષગાંઠ નિમિત્તે આપશે સંબોધન

|

Jan 30, 2021 | 9:02 PM

PM Modi આવતીકાલે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે.

PM Modi આવતીકાલે પ્રબુદ્ધ ભારત જર્નલની 125મી વર્ષગાંઠ નિમિત્તે આપશે સંબોધન
PM Modi (File Image)

Follow us on

PM Modi આવતીકાલે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવા માટે ‘પ્રબુદ્ધ ભારત’ જર્નલ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેનું પ્રકાશન ચેન્નઈ ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યાં સતત બે વર્ષ સુધી તેનું પ્રકાશન થયું અને તે પછી અલમોરા ખાતેથી તેનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં એપ્રિલ 1899માં આ જર્નલનું પ્રકાશન સ્થળ બદલીને અદ્વૈત આશ્રમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું અને ત્યારથી આજદિન સુધી ત્યાંથી જ તેનું પ્રકાશન થઈ રહ્યું છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

કેટલીક મહાન હસ્તીઓએ ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન, ઈતિહાસ, મનોવિજ્ઞાન, કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર લખીને ‘પ્રબુદ્ધ ભારત’ના પાનાઓમાં પોતાની છાપ છોડી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર તિળક, સિસ્ટર નિવેદિતા, શ્રી ઓરોબિંદો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન સહિત અન્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોએ વર્ષોના સમયગાળામાં આ જર્નલમાં યોગદાન આપ્યું છે. અદ્વૈત આશ્રમ, સમગ્ર ‘પ્રબુદ્ધ ભારત’નો સંગ્રહ પોતાની વેબસાઈટ પર ઑનલાઈન મુકવા માટે કામ કરી રહ્યો છે.

 

આ પણ વાંચો: અભિનેત્રી Malvi Malhotra કામ પર પરત ફરવા તૈયાર, 1 વર્ષ પહેલા પાગલ આશિકે કર્યો હતો હુમલો

Next Article