PM મોદી આજે વારાણસીમાં, ત્રિદિવસીય શિક્ષા સંમેલનનો પ્રારંભ કરાવવા સાથે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

|

Jul 07, 2022 | 6:58 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ એલટી કોલેજ વારાણસીમાં 'અક્ષય પાત્ર મિડ ડે મીલ કિચન'નું ઉદ્ઘાટન કરશે. સાંજે, વડાપ્રધાન ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

PM મોદી આજે વારાણસીમાં, ત્રિદિવસીય શિક્ષા સંમેલનનો પ્રારંભ કરાવવા સાથે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે
PM Narendra Modi (file photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી જઈ રહ્યા છે. તેઓ ત્યાં ત્રણ દિવસીય અખિલ ભારતીય શિક્ષા સંમેલનનું (education convention) ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સમાં, શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પક્ષકારો ઉચ્ચ શિક્ષણના બદલાતા માહોલ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિવિધ પરિપ્રેક્ષ્યો વિશે ચર્ચા કરશે. શિક્ષણ મંત્રાલયના નિવેદન મુજબ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સહયોગથી અખિલ ભારતીય શિક્ષા સંમેલનનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન વારાણસીમાં (Varanasi) વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ (lay foundation stone) કરશે. વહીવટી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ એલટી કોલેજ વારાણસીમાં ‘અક્ષય પાત્ર મિડ ડે મીલ કિચન’નું ઉદ્ઘાટન કરશે. સાંજે, વડાપ્રધાન ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન મોદી વારાણસીમાં અખિલ ભારતીય શિક્ષા સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત વાઇસ ચાન્સેલર અને જાહેર અને ખાનગી ક્ષેત્રની યુનિવર્સિટીઓના નિર્દેશકો સહિત શિક્ષણવિદો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગોના 300 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કોન્ફરન્સમાં ઉચ્ચ શિક્ષણના બદલાતા માહોલ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કોન્ફરન્સમાં, શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારો છેલ્લા બે વર્ષમાં અનેક યોજનાઓના સફળ અમલીકરણ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને દેશભરમાં કેવી રીતે વધુ લાગુ કરી શકાય તે અંગે ચર્ચા કરશે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન મોદીએ ગયા મહિને હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મુખ્ય સચિવોની એક પરિષદને સંબોધિત કરી હતી જ્યાં રાજ્યોએ આ મુદ્દા પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

7 થી 9 જુલાઈ સુધી ચાલનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં બહુવિધ અને સર્વગ્રાહી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ભારતીય જ્ઞાન પ્રણાલી, શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, ડિજિટલ સશક્તિકરણ અને ઓનલાઈન શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા, ગુણવત્તાને આવરી લેતા અનેક સત્રોનુ આયોજન કરાયુ છે. આ ઉપરાંત શિક્ષણ સંસ્થાઓનુ રેન્કિંગ અને માન્યતા, સમાન અને સમાવેશી શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શિક્ષકોની ક્ષમતા નિર્માણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. અખિલ ભારતીય શિક્ષા સંમેલન બાદ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વારાણસી એજન્ડા અપનાવાશે. જે ઉચ્ચ શિક્ષણ પ્રણાલીના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ભારતની વિસ્તૃત દ્રષ્ટિ અને નવી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.

Next Article