વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન ભાજપના દિવ્યાંગ કાર્યકર સાથે ખાસ સેલ્ફી લીધી. પીએમ મોદીએ આ સેલ્ફી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ ટ્વીટમાં તેણે દિવ્યાંગ કાર્યકરના પણ ખૂબ વખાણ કર્યા છે. વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફીની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીની આ ખાસ સેલ્ફીને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યી છે
I feel very proud of being a Karyakarta in a Party where we have people like Thiru S. Manikandan. His life journey is inspiring and equally inspiring his commitment to our Party and our ideology. My best wishes to him for his future endeavours. pic.twitter.com/4S6FryHqCq
— Narendra Modi (@narendramodi) April 8, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેની સાથે ખાસ સેલ્ફી લીધી તે દિવ્યાંગ કાર્યકરનું નામ થિરુ એસ મણિકંદન છે. મણિકંદન ઈરોડના ભાજપના કાર્યકર છે. આ સાથે તેઓ બૂથ પ્રમુખ પણ છે. મણિકંદન સાથે સેલ્ફી શેર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ચેન્નાઈમાં થિરુ એસ. મણિકંદનને મળ્યા હતા. તેઓ ઈરોડના ભાજપના સમર્પિત કાર્યકર છે. તેઓ ભાજપના બુથ પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યા છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે મણિકંદન એક દિવ્યાંગ વ્યક્તિ છે અને તે પોતાની દુકાન ચલાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની આવકનો એક ભાગ ભાજપને આપે છે. મણિકંદનના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે આવા કાર્યકર પર મને ગર્વ છે. તેમણે કહ્યું કે મણિકંદનની જીવનયાત્રા અમારી પાર્ટી અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી શનિવારે હૈદરાબાદ અને ચેન્નાઈના પ્રવાસે હતા. બંને સ્થળોએ, તેમણે લગભગ 13700 કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. હૈદરાબાદમાં, તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ચેન્નાઈમાં તેમણે નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…