અમેરિકા-ઈજિપ્તના પ્રવાસ બાદ મોડી રાત્રે ભારત પરત આવ્યા વડાપ્રધાન મોદી, જેપી નડ્ડાએ કર્યુ સ્વાગત

|

Jun 26, 2023 | 6:55 AM

ત્યારે બીજી તરફ સાંસદ હંસરાજ હંસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ અને ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. અમે તેમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તમે વિશ્વના કેનવાસ પર છવાઈ ગયા છો.

અમેરિકા-ઈજિપ્તના પ્રવાસ બાદ મોડી રાત્રે ભારત પરત આવ્યા વડાપ્રધાન મોદી, જેપી નડ્ડાએ કર્યુ સ્વાગત
PM Modi returns to Delhi after concluding his visit to US and Egypt

Follow us on

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અમેરિકા અને 2 દિવસના ઈજિપ્તના પ્રવાસ બાદ ગઈકાલે મોડીરાત્રે ભારત પરત ફર્યા છે. પાલમ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને દિલ્હીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે આ ખૂબ જ સફળ પ્રવાસ હતો. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનને જે પણ સન્માન મળ્યું તે સમગ્ર ભારતનું સન્માન હતું. તેમણે કહ્યું કે અરબ દેશોમાં ઈજિપ્તનું સ્થાન માતાનું સ્થાન છે અને જ્યારે તેણે વડાપ્રધાનનું સન્માન કર્યું છે, ત્યારે ભારત પ્રત્યે પણ સન્માન છે.

(Credit- ANI Tweet)

ત્યારે બીજી તરફ સાંસદ હંસરાજ હંસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ અને ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. અમે તેમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તમે વિશ્વના કેનવાસ પર છવાઈ ગયા છો.

(Credit- ANI Tweet)

આ પણ વાંચો: ઉદ્ધવ જી, તમને મરચા લાગે તો હુ શુ કરું ? ફડણવીસે, ઠાકરે અને શરદ પવારને સંભળાવી દિધું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યું પીએમ મોદીનું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા અને ઈજિપ્તના સફળ પ્રવાસ બાદ ભારત પરત આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના સાંસદો સહિત વરિષ્ઠ નેતાઓ પાલમ એરપોર્ટ પર વડાપ્રધાનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા.

(Credit- ANI Tweet)

પીએમ મોદીએ ઈજિપ્તની બે દિવસ મુલાકાત લીધી

શનિવારે વડાપ્રધાન બે દિવસના ઈજિપ્ત પ્રવાસ પર પહોંચ્યા. જ્યાં પીએમ અને ઈજિપ્તના રાષ્ટ્રપતિ અદેલ ફતાહ અલ સીસીએ રવિવારે એક MOU પર હસ્તાક્ષર કર્યા. તે દરમિયાન વડાપ્રધાને કૈરોમાં હેલિયોપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી અહીં 1000 વર્ષ જુની અલ હકીમ મસ્જિદ પણ ગયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article